Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

કોડીનાર : જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખપદે હમીરભાઇ ખસીયાની વરણી

કોડીનાર તા.૨૦ : સુચીત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ગીરસોમનાથની કારોબારીની બેઠક કોડીનાર મુકામે મળેલ જેમાં હોદ્દેદારોની વરણી સર્વાનુમતે કરવામાં આવેલ છે.

પ્રમુખપદે હમીરભાઇ ડી.ખસીયા ઉના, મહામંત્રી મનુભાઇ આર.વાળા કોડીનાર, સિનીયર ઉપપ્રમુખ હરીભાઇ યુ.વાળા કોડીનાર, ઉપપ્રમુખ નાનુભાઇ ડી.બાંભણીયા ઉના, ખજાનચી રમેશભાઇ ડાકી વેરાવળ, ઓડીટર પારસભાઇ હીરપરા ગીરગઢડા, કાર્યાદક્ષ મહેશભાઇ વાઢેર કોડીનાર, સંગઠન મંત્રીપદે ભરતભાઇ લાખણોત્રા તથા જુતુભાઇ નકુમ સુત્રાપાડા તથા પ્રચારમંત્રી જીણાભાઇ ગાધે કોડીનાર તથા વિશાલભાઇ બી.પટેલ ઉના રાજય સંઘના હોદ્દેદારો બીનાબેન મોરી વેરાવળની વરણી કરાઇ છે. કાર્યક્રમનું સંચાલન મનુભાઇ આર.વાળાએ કરેલ હતુ.(૪૫.૩)

(11:54 am IST)