Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

ખંભાળિયામાં યુવાન પર ત્રણનો ધોકા વડે હુમલો

ખંભાળીયા તા. ર૦: શકિતનગરની નૂતન નગરમાં રહેતો પારસ ધર્મેન્દ્રભાઇ જોષી (ઉ.વ. ર૦) નો યુવાન ગત સાંજે આઠેક વાગ્યાના સમયે પોતાનું એકટીવા જી.જે. ૩ ઇબી પપ૬ર નંબરનું લઇને જતો હતો ત્યારે ગાયત્રીનગરમાં સિકોતેર પાન નામની દુકાન પાસે કોઇ અજાણ્યા ત્રણ શખ્સોએ યુવાનને રોકી ધોકાવડે માર મારી ફ્રેકચર જેવી ઇજાઓ કરી મોટર સાઇકલમાં તોડફોડ કરી ત્રણેય શખ્સો નાશી છુટતાં યુવાને ફરીયાદ નોંધાવેલ છે.

દ્વારકામાં વિજ ટ્રાન્સફોર્મરમાંથી કોપર વાયરની ચોરી

દ્વારકાના ચરકલા રોડ પર નગર પાલિકા કમ્પોઝ પ્લાન પાસે આવેલ પીજીવિસીએલનું ટ્રાન્સફોર્મર કોઇ અજાણ્યા શખ્સોએ નીચે પાડી દઇ તેમાંથી ઓઇલ ઢોળી અંદર રહેલા ર૬ કિલો કોપર વાયર કિ. રૂ. ૧૦,૪૦૦નો કોઇ અજાણ્યા ઇસમો ચોરી ગયાની ફરીયાદ પીજીસિવીએલના કર્મી. દિપેશ મહેશભાઇ અરીલાએ દ્વારકા પોલીસમાં ફરીયાદ નોંધાવતાં તપાસ હાથ ધરી છે.

આરંભડામાંથી જુગાર રમતાં ચાર ઝડપાયા

મિઠાપુરના આરંભડા ગામની સીમમાં આવેલ ગાયત્રી નગર સાંઇબાબા મંદિરની દિવાલ પાછળ જાહેરમાં જુગાર રમી પૈસાની હારજીત કરતાં જગદીશ રાણા હાથીયા, રમેશ રામા ચનપા, કિશન ધના હાથીયા, દેવા માણસુર હાથીયાને રોકડા ૯૩૦૦ની મતા સાથે કાર્યવાહી હાથ ધરી હતી. (૭.૧ર)

(11:52 am IST)