Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

'ઓઢણી' ગરબાથી પ્રખ્યાત ભાવનગરના ધરા શાહ દ્વારા 'કેસર' ગરબાનું સર્જન

ભાવનગર તા.૨૦:આજના મોર્ડન, ફાસ્ટ અને ધીનચાક સંગીતના સમયમાં આપણું સદીઓથી મધમધતું એવું કર્ણપ્રિય લોકસંગીત જીવતું રાખવાનો ધરા શાહનો પ્રયાસ એટલે 'કેસર' પોતાનો ઓરીજીનલ પારંપરિક ગરબો 'ઓઢણી' થી પ્રખ્યાત થયેલ આ ગાયિકા દરવર્ષે નવરાત્રીના અવસર પર કંઈ નવું અને એકદમ હટકે લાવવા માટે ઓળખાય છે. 'વા વાયાને' (હાલ 4+ millionંઁ) 'ઓઢણી' બાદ આ વર્ષે 'કેસર' દ્વારા ધરા શાહ સૌના દિલ જીતવા આવી રહી છે.

૧૯૭૬ ના સમયગાળાના એવા આઠ પ્રાચીન ગરબાઓ લઈને 'કેસર' બનાવવામાં આવ્યું છે. આજના યુવાવર્ગને સોના જેવા લોકસંગીતથી માહિતગાર કરવાનો આ ખૂબ સુંદર પ્રયાસ છે. 'કેસર' નો કન્સેપ્ટ, સંગીત, મ્યુઝીક એરેજમેન્ટ, ગાયકી અને પ્રોડ્યુસ ધરા શાહ દ્વારા કરવામાં આવ્યું છે. ધરા શાહે આખા પ્રોજેકટને ખૂબ ઝીણવટથી અભ્યાસ કરી, નાની નાની વાતોને ધ્યાનમાં રાખી બનાવેલ છે. જેમકે 'કેસર' માં કોઈપણ આધુનિક વાજિંત્રનો ઉપયોગ નહીવત રાખીને તે સમયે જે પારંપરિક વાજિંત્રો વાગતા જેમકે શહેનાઈ, ઢોલ, તાસા, મંજીરા, વાંસળી જેવા જ વાજિંત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

'કેસર' ને ચાર નહિ પણ ચાલીસ ચાંદ લગાવી દે એવો વિડીયો બનાવવામાં આવ્યો છે. સંજય લીલા ભણશાળીના કોઈ ફિલ્મનું ગીત જોઈ રહ્યા જેવો અનુભવ આ ગીત કરાવે છે. આ વિડીયો આટલા મોટાપાયે પડદા પર ઉતારનાર ડિરેકટર ધ્રુવલ પટેલનો જાદુ ખરેખર કોઈ ફિલ્મના વિડીયોને પણ ટક્કર આપે એવો છે. આ ગીતમાં પારંપરિક નૃત્ય એવા કથ્થકનો ખૂબ જ આગવી રીતમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મ 'પદમાવત' નું ખૂબ જ પ્રખ્યાત ગીત 'દ્યુંમર' જેમણે કોરિયોગ્રાફ કર્યું છે, એવા દીપ્લવ શાહે ખુદ એમના બેસ્ટ ૨૦ કથ્થક ડાન્સરો સાથે આ ગીત કોરિયોગ્રાફ કર્યું છે. નવરાત્રીમાં રીલીઝ થતા ૫૦ વિડીયોમાંથી કદાચ ૪૦ વિડીયોમાં ગરબા જોવા મળશે. પણ આ 'કેસર' માં કથ્થક રીતથી ગરબા જોવા મળશે. 'કેસર' (સોના વાટકડી) આવી રીતે પણ થઇ શકે એવું બતાવવાનો ખૂબ જ મોટો અને ભવ્ય પ્રયાસ છે. ૨૦ દિવસના ઓડિયો પ્રોડકશન અને ૨૪ કલાકના સળંગ વિડીયો પ્રોડકશનનું એક ખૂબ જ કલાત્મક અને ભવ્ય પ્રસ્તુતિ એટલે ઙ્કકેસરઙ્ખ.

ધરા શાહે પોતાના પિતાના નામ પરથી શરૂ કરેલા પ્રોડકશન હાઉસ (D’Das Production) નું અને ૩૦૦ જણાની ટીમની સહિયારી મહેનતથી બનેલું આ ગીત 'કેસર' સાંભળવું અને જોવું એક અદભુત અને ભવ્ય લ્હાવો બની રહેશે. થોડા જ દિવસમાં લોન્ચ થવા જઈ રહેલું આ ગીત અત્યારથી જ લોકોમાં ચર્ચાનો વિષય બની રહ્યું છે. એ સમયે કરવામાં આવતા મેકઅપને ધ્યાનમાં રાખવામાં આવી, આ ગીતમાં ધરા શાહનો લૂક અને મેકઅપ પણ એવો જ કરવામાં આવ્યો છે. ખૂબ જ ચીવટથી કરવામાં આવેલો સાદામાં સાદો મેકઅપ અને પરંપરાગત ચણીયાચોળી આ ગીતની સાદગીમાં ચાર ચાંદ લગાવી દે છે.

Million માં viewes ધરાવનાર ધરા શાહની યુટ્યુબ ચેનલ 'ધરા શાહ' પર થોડા જ દિવસમાં આ ગીત જોવા મળશે.

(11:52 am IST)