Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

મોરબીના એક યુવાને જન્મદિન નિમિતે જ મંદબુદ્ધિના બાળકોની સેવા માટે સેવાનો ભેખ

મોરબી,તા.૨૦: મોરબી પાસેના વિરપરડા નામના નાનકડા ગામમાં જન્મેલ એવા વિજયભાઈ વ્યાસ નામના યુવાએ જે માસ્ટર ઓફ જર્નાલિઝમમાં (M.J.M.C.)સ્નાતક હોવા છતાં નાનપણ થીજ કઈ સેવા કરવાની ભાવનાથી આગળ વધતા વિજયભાઈને દ્યેર ભગવાને પુત્ર સ્વરૂપ મંદબુદ્ઘિ બાળકનો જન્મ થયેલ. એક પિતા તરીકે એમને જે આવા બાળકોના વાલીઓની મુશ્કેલીઓ અને સાચા માર્ગદર્શનનો અભાવ જોતા. પોતેજ પત્રકારત્વ ક્ષેત્રે ખેડાણ કરી બાળકોની મુશ્કેલીઓને વાચા આપવાનો દ્રઢ સંકપ ધારણ કર્યો.

દિવ્યાંગ બાળકોના શિક્ષણ ક્ષેત્રે ભાવનગરની નટરાજ કોલેજમાં સ્પેશિયલ એજયુકેટર તરીકે બે ડિગ્રી (D.S.E._CP) અને ( C.C.A.) અભ્યાસપ્રાપ્ત કરી . ઈશ્વરીય કાર્યને આગળ ધપાવવા મંદબુદ્ઘિ સેવા આશ્રમ ટ્રસ્ટ- મોરબી સંસ્થાની સ્થાપના કરી, મંદબુદ્ઘિ બાળકોની સેવા અને નિૅંસહાય સમુદાયની સેવા એજ સાચી ઈશ્વર સેવા છે તેમ માનીને પોતાએ મંદબુદ્ઘિના બાળકો માટે જાગૃતિ અભિયાન માટે એક પહેલ કરીને હજારો કિલોમીટર સાયકલ પ્રવાસ ખેડીને વિજય ભાઇ એ મંદબુદ્ઘિના બાળકો માટે 'મિશન ફોર સ્પેશિયલ ચાઈલ્ડ ' જાગૃતિ અભિયાન સરું કર્યું છે. તેને આજ બહોળી સંખ્યામાં પ્રતિસાદ મળી રહ્યો છે સંત પરંપરાથી પ્રેરાયને માનસિક રૂપે ક્ષતિ ગ્રત બાળકોને ઈશ્વરનું સ્વરૂપ સમજી તેમની હદયપૂર્વક સેવા કરવા માટે પોતાનું જીવન આજે મંદબુદ્ઘિના બાળકોની સેવા કરવા માટે સમર્પિત કરીને પોતાના ૪૫ માં જન્મદિવસ નિમિતે સન્યાસોત્સવ તરફ પદાર્પણ કરેલ છે.'મિશન ફોર સ્પેશિયલ ચિલ્ડ્રન' જન જાગૃતિ અભિયાન દ્વારા મનો દિવ્યાંગ બાળકોના માતા-પિતાને મનોવૈજ્ઞાનિક અભિગમ કેળવવાનો સંદેશ આપી વંચિત દરેક મનો વિકલાંગ બાળક સુધી જાગૃતતા કેળવવા માટે સેવાયજ્ઞનો દ્રઢ સંકલ્પ ધારણ કરેલ છે તેમ વિજયભાઈ વ્યાસે જણાવ્યું હતું

વિજયભાઈ વ્યાસે પોતાના ૪૫માં જન્મદિવસ પ્રસંગેમાં મંગલ મૂર્તિ વિશિષ્ટ બાળકોની શાળામાં મનો દિવ્યાંગ બાળકો સાથે ઉજવણી કરી હતી અને બાળકોને આનંદ મળે તેવા કાર્યક્રમનું આયોજન કર્યું હતું.(૨૨.૧૫)

(11:52 am IST)