Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

સુરેન્દ્રનગર જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં બીજી'સબકી યોજના, સબકા વિકાસ' અંતર્ગત પરિસંવાદ સંપન્ન

ઓકટોબરથી ગ્રામસભાઃ ડી.ડી.ઓ રાજયગુરૂ

સુરેન્દ્રનગર ખાતે સબકી યોજના, સબકા વિકાસ યોજના અંતર્ગત યોજાયેલ પરિસંવાદમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેષ રાજયગુરૂએ દીપ પ્રાગટય કરેલ તે પ્રસંગની તસ્વીર.

સુરેન્દ્રનગર, તા.૨૦: 'સબકી યોજના સબકા વિકાસ' ઙ્ગઝુંબેશ અન્વયે ઙ્ગગ્રામ પંચાયતોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુ માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજેશકુમાર રાજયગુરૂની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર ખાતે ગ્રામ પંચાયતોના વિકાસ આયોજન માટે સેમીનાર યોજાયો હતો.

આ સેમીનારમાં જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે,ઙ્ગકેન્દ્ર સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજના પાયાના એકમ એવી તમામ ગ્રામ પંચાયતોનો સર્વાંગી અને સાતત્યપૂર્ણ વિકાસ થાય તે હેતુથી ગ્રામ પંચાયતોના વિકાસના આયોજન માટે લોકભાગીદારીની ઝુંબેશ 'સબકી યોજના સબકા વિકાસ'નું તારીખ ૨જી ઓકટોબરથી ૩૧ ડિસેમ્બર-૨૦૧૯ સુધી આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે આ અભિયાન અંતર્ગત ગ્રામ્યકક્ષાએ,ઙ્ગસખી મંડળો તથા પંચાયતીરાજના સદસ્યને સાંકળી લઈને સરકારશ્રી દ્વારા નિયત થયેલા ૨૯ ક્ષેત્રોમાં ગ્રામ્યકક્ષાએ ખુટતી સેવાઓ માટેનું ગેપ એનાલીસીસ કરવાનું થાય છે. જેની ગ્રામ્યકક્ષાએ થયેલ સર્વેક્ષણનીઙ્ગ ચકાસણી,ઙ્ગઓનલાઈન મોબાઈલ એપમાં કરવાની થતી એન્ટ્રીઓ તથા આ અંગે કરવાની થતી અન્ય કામગીરીના માર્ગદર્શન માટે આ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે,ઙ્ગ૨ ઓકટોબરથી જિલ્લાની તમામ ગ્રામપંચાયતોમાં ગ્રામસભાઓ યોજવામાં આવશે. આ ગ્રામસભાઓમાં જિલ્લાકક્ષાના તેમજ તાલુકાકક્ષાના તમામ વિભાગના અધિકારીશ્રીઓએ ગ્રામસભામાં હાજરી આપી તેમના વિભાગની યોજનાઓ વિશે ગ્રામજનોને માહિતગાર કરવા પણઙ્ગ જણાવ્યુ હતુ.

આ સેમીનારમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી શૈલેષ શાહે જી.પી.ડી.પી. અંતર્ગતઙ્ગ જિલ્લાના વિવિધ વિભાગોએ ઙ્ગકરવાની થતી કામગીરી અંગે વિસ્તૃત છણાવટ કરી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી કાંન્તીભાઈ ટમાલીયા,ઙ્ગનાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેસાઈ તેમજ જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

(11:51 am IST)