Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

ઉપલેટાના અરણી ગામમાં ખાનગી બસ ઉપર વિજ પોલ પડ્યોઃ મુસાફરોનો ચમત્કારીક બચાવ

 ધોરાજી તા.૨૦: જામકંડોરણાની ધરતી ટ્રાવેલ્સની બસ સુરતથી ભાયાવદર તરફ જતી હતી અને તે દરમ્યાન ઉપલેટા તાલુકાના અરણી ગામમાં બસ પસાર થતા હતી એ દરમ્યાન ધરતી ટ્રાવેલ્સની બસ પર વિજ પોલ પડતા મુશાફરો ભરેલી બસ ચીચીયાથી ગુંજી ઉઠી હતી.

સદ નસીબે કોઇને ઇલેન્ટ્રીકશોક ન લાગ્યો મોટી જાન હાની ટળી ગએલ હતી આ બનાવ અંગે ગ્રામનો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા અને વિજવાયરો અને વિજપોલ નબળા હોવાની ચર્ચાઓ ચાલતી હતી.(૧.૪)

(11:51 am IST)