Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

ગારીયાધાર પાલિકા પ્રમુખના ઘરે ડોકયુમેન્ટ લઇ જવાતા હોવાનો વિરોધપક્ષનો આક્ષેપ

 ગારીયાધાર તા. ર૦ :.. ડોકયુમેન્ટો પ્રમુખના ઘરે વંચાણે જઇને સહિઓ થતી હોવાના વિરોધ પક્ષના સદસ્ય અશોકભાઇ ભરોળીયા દ્વારા કરવામાં આવ્યો છે.

જેમાં પાલિકા કચેરીના ડોકયુમેન્ટો ઓફીસની બહાર પણ મોકલવાના હોતા નથી. કચેરીના વહીવટો પ્રમુખે કચેરીએ આવીને ઓફીસથી કરવાના હોય છે નહી કે ઘરે બેસીને નગરપાલીકા કચેરીના ડોકયુમેન્ટો (સરકારી રેકર્ડ) તેમના ઘરે મોકલવામાં આવે છે તે કોની જવાબદારી ? ઓફીસની બહાર કોઇના ઘરે સરકારી રેકર્ડ લઇ જવાતા નથી જે ચીફ ઓફીસરને જાણ છે. ઘણા દિવસોથી ન.પા.ના ડોકયુમેન્ટ પ્રમુખના ઘરે છે તે જાણવા મળ્યું છે.

જે બાબત ખુબ જ ગંભીર હોવાથી જે આપની જવાબદારીમાં આવતુ હોય છે. જેની ગંભીર રીતે નોંધ લેવા વિરોધ પક્ષના સદસ્ય  અશોકભાઇ ભરોળીયાએ જણાવાયુ હતું.

ચીફ ઓફીસર ડી. બી. વઘાસીયાએ જણાવ્યું કે આ અરજી મારા વંચાણે આવી નથી. જોઇ લવ છું. તેમ જણાવાયું હતું. (પ-૧૪)

(11:50 am IST)