Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

દેવભૂમિ દ્વારકામાં ઇસ્ટેમ્પીંગ સુવિધા કેન્દ્રો મોડે સુધી ચાલુ રહેશે

તા. ૧/૧૦/૧૯ થી નોન જયુડીશિયલ સ્ટેમ્પ પેપર વેચાણ બંધ થશે

દેવભૂમિ દ્વારકા તા. ર૦: સુપ્રિ. ઓફ સ્ટેમ્પ્સશ્રી, ગાંધીનગરના તા. ૧૬/૯/૧૯ના પત્રની વિગતે પરંપરાગત ફીઝીકલ સ્ટેમ્પ પેપરના વેચાણમાં સ્ટેમ્પ પેપરની તંગી, કૃત્રિમ અછત, કાળા બજારી, નકલી સ્ટેમ્પના વેચાણ, જૂની તારીખમાં સ્ટેમ્પ પેપરના વેચાણ અને છેતરપીંડી જેવી જોવા મળતી મુશ્કેલીઓ નિવારવા અને સરકારશ્રીના ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવાના અભિગમ અન્વયે પરંપરાગત ફીઝીકલ નોન જયુડીશીયલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ સદંતર બંધ કરવા કે તેના ઉપર અંકુશ મુકવાની બાબત સરકારશ્રી કક્ષાએ વિચારણા હેઠળ હતી.

જે અન્વયે રાજય સરકારશ્રી દ્વારા ગુજરાત સ્ટેમ્પ અને પુરવઠા નિયમો-૧૯૮૭ માં નિયમ-૮(એ) નવો દાખલ કરીને તા. ૧/૧૦/૧૯ થી લાયસન્સ સ્ટેમ્પ વેન્ડર નોન જયુડિશિયલ સ્ટેમ્પ પેપરનું વેચાણ કરી શકશે નહિં તેવું ઠરાવેલ છે.

ઇ-સ્ટેમ્પીંગ સુવિધા કેન્દ્રોએ જાહેર જનતાને સ્ટેમ્પ ડયુટી ચૂકવવામાં અગવડ ન પડે તે માટે તા. ૧/૧૦/૧૯ના રોજ સવારના ૯ થી સાંજના જયાં સુધી નાગરિકો ઇ-સ્ટેમ્પ મેળવવા ઉપસ્થિત હોય ત્યાં સુધી તમામને ઇ-સ્ટેમ્પ ઇસ્યુ થાય ત્યાં સુધી ઇ-સ્ટેમ્પીંગ સુવિધા કેન્દ્ર ચાલુ રાખવામાં આવશે. હાલમાં અત્રેના જિલ્લાની તમામ તાલુકામાં આવેલ મામલતદાર કચેરીમાં સબ રજીસ્ટ્રાર કચેરીમાં ઇ-સ્ટેમ્પીંગની સુવિધા ઉપલબ્ધ છે જેની જાહેર જનતાએ નોંધ લેવી.

વધુમાં હાલના તમામ લાયસન્સની સ્ટેમ્પ વેન્ડર, સી.એ., સી.એસ., નોટરી અને સી એન્ડ એફ એજન્ટ ઇ-સ્ટેમ્પીંગ સુવિધા કેન્દ્રના એ.સી.સી. તરીકે નિમણુંક મેળવવા ઇચ્છતા હોય તેવી સંસ્થા અને વ્યકિતઓ ના. કલે. શ્રી સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકન તંત્ર, જીલ્લા સેવા સદન, પ્રથમ માળ, લાલપુર બાયપાસ રોડ, ખંભાળીયા, જી. દેવભૂમિ દ્વારકાની કચેરી ખાતે નીયત નમૂના એક્ષેક્ષર-એ માં અરજી કરી શકે છે તેમજ નિયત નમૂનાનું અરજી ફોર્મ તમામ મામલતદાર કચેરી તથા નાયબ કલેકટરશ્રી સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકન તંત્રની કચેરી ખાતે ઉપલબ્ધ છે. (૭.૧૩)

(11:50 am IST)