Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

તળાજાનાં કોદીયા ગામમાં દિપડાને પાંજરે ન પુરાય તો અચોક્કસ મુદત સુધી શાળા બંધની ચિમકી

ભાવનગર તા.૨૦: ભાવનગર જિલ્લાના તળાજાના કોદીયા ગામના આગેવાનો દ્વારા આજે અહીંની રેન્જ ફોરેસ્ટ ઓફિસે આવીને આર એફઓને રૂબરી મળી દીપડાની વધતી રંજાડને લઈ તાત્કાલીક દીપડાને પાંજરે પુરવા રજુઆત કરી છે. જો તાત્કાલીક યોગ્ય કરવામાં નહિ આવેતો શાળાબંધી સુધી જવાની ચીમકી ઉચારી છે.

તળાજા પંથકમાં હિંસક પશુ દીપડાના વસવાટ અને તેના પશુઓના મારણને લઈ લોકોમાં ફફડાટછે. નજીકના કોદીયા ગામના સરપંચ પાલાભાઈ ભાદરકા, તા.પ.સભ્ય જીવાભાઈ શામલાભાઈ ભાદરકા અને ગામના લોકોએ આજે ધારાસભ્યના લેટર પેડ પર અહીંના રેન્જ ફોરેસ્ટ ઓફિસર વાઘેલાને મળી લેખિત રજુઆત કરી હતી.

જેમાં છેલા સાતેક દિવસમાં દીપડાની રંજાડ વધી હોય અને અહીં લોકો વાડીઓમાં રહેતા હોય તથા વિધાર્થીઓ ખેતર વાડી એથી સ્કુલે જતા હોય દીપડાઓ હુમલો કરી નુકશાન પહોંચાડે તેવો સતત ભય સતાવી રહ્યોછે.

આથી દીપડાની રંજાડ નરહે તેવાપગલા ભરવા. જો યોગ્ય કરવામાં નહિ આવેતો આવતા દિવસોમાં વિદ્યાર્થીઓને  સાથે રાખી ગામના લોકો ્દરારા રેલી યોજીને પ્રાંત કચેરી ખાતે આવેદનપત્રઆપશે.

તે ઉપરાંત અચોકસ મુદ્દત સુધી શાળાને બંધ રાખવામાં આવશે.

(11:50 am IST)