Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

આટકોટ ગ્રામ પંચાયતના સદસ્યાને ૩ બાળકો હોવાથી સભ્યપદ રદ કરવા માંગણી

 જસદણ, તા. ર૦ : જસદણ તાલુકાના આટકોટ ગ્રામ પંચાયતના સદસ્યા દિપ્તીબેન હીરેનભાઇ પંચોળીને ત્રણ બાળકો હોવા છતાં તેમનું સદસ્યપદ રદ કરવામાં જસદણ તાલુકા વિકાસ અધિકારી અખાડા કરતા હોવાનો આક્ષેપ આટકોટ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ સુરેશભાઇ ખોખરીયાએ કર્યો છે.

તેમણે જણાવ્યું છે કે આટકોટ ગ્રામ પંચાયતના સદસ્યા દિપ્તીબેનને ચૂંટણી પંચના નિયમ વિરૂદ્ધ ત્રણ સંતાન છે આવી મારી અરજીના અનુસંધાને ટીડીઓએ તપાસનો હુકમ કરતા આટકોટ ગ્રામ પંચાયતના તલાટી મંત્રીએ તપાસ કરતા દિપ્તીબેનને ત્રણ સંતાન હોવાનું તલાટી મંત્રીએ રેકર્ડ પર સાબિત કરી તેનું પંચ રોજકામ કરી તપાસની સંપૂર્ણ હકીકત તાલુકા વિકાસ અધિકારીને સોંપતા હજુ પણ, તેઓ દિપ્તીબેનનું સભ્યપદ રદ કરવા અખાડા કરી રહ્યાં હોવાનું જણાવી સુરેશભાઇએ ઉમેર્યું હતું કે લોકોની સુખાકારી માટે સરકારે ત્રણ બાળકનો કાયદો અમલમાં મૂકયો છે.

આ અંગે ટીડીઓનો મત જાણવા ૭૬૦૦૦ ૦૧પ૭૬ પર ફોન કરતા ફોન રીસીવ થયો નહોતો.

(11:49 am IST)