Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

ઉનામાં દારૂની ૧૧૧ બોટલ તથા બીયરના ૧૦ ટીન સાથે સાત ઝડપાયાઃ મહિલા બુટલેગર ફરાર

ઉના તા.૧૯: પોલીસે રહેણાક વિસ્તારમાં વિદેશી દારૂની ૧૧૧ બોટલ બીયર ટીન-૧૦ સાથે બે મોટર સાયકલ ૭ મોબાઇલ ફોન સાથે આરોપીને પકડી પાડેલ તથા મહિલા બુટલેગર ત્થા અન્ય એક શખ્સ નાસી ગયા હતા.

ઉના શહેર ત્થા તાલુકામાં વિદેશી દારૂની મોટાપાયે હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે ગીરસોમનાથ જીલ્લાના એસ.પી. રાહુલભાઇ  અને એએસપી અમિતભાઇ વસાવાની સુચનાથી પીએસઆઇ જે.વી.ચુડાસમાં ત્થા હેડ કોન્સ્ટેબલ એસ.કે.સોલંકી ત્થા સ્ટાફે વરસીંગ પૂર રોડ ઉનામાં આવેલ ખાણ વિસ્તારમાં મહિલા ભારતી બેન તોરીદખાન ત્થા તોહીદખાન કરીમખાન પઠાકાના રહેણાક મકાનમાં દરોડો પાડતાં ભારતીબેન ત્થા તેના પતિ તોહીદખાન પઠાણ મળી આવેલ નહી પરંતુ તેમના ઘરમાંથી પરપ્રાંતનો વિદેશી દારૂની બોટલ નંગ-૧૧૧ ત્થા બીયરના ટીન-૧૦ મળી આવેલ અને અન્ય પાંચ આરોપી ૧)સાજીદ સલીમભાઇ બ્લોચ મકરાણી (૨)સોહીલ બસીરભાઇ બ્લોચ મકરાણી, (૩)મોસીન ઉફે ભોલુ હુસેનભાઇ મકરાણી (૪)આમીર બસીરભાઇ બ્લોચ મકરાણી (૫)સીરાજ ઉર્ફે સીરીયો ઇકબાલ ગોરી ખલીફા (૬)અનીસ જાવીદભાઇ કાજલીયા કુરેશી (૭)ઇર્શાદ હનીફ મુન્સી મુલ્લા ટે-ઉના વાળાને પકડી દારૂની હેરા ફેરીમાં વાયરેલ મોટર સાયકલ નંબર જીજે ૧૧ એચએચ ૪૬૭૪ રૂ.૨૫ હજાર ત્થા હિરો મેસ્ટ્રો સ્કુટર-૧ કબ્જ લઇ ૭ આરોપીઓને પકડી ઉના પોલીસ સ્ટેશને લાવી ફરાર મહિલા ત્થા તેના પતિને પકડવા તજવીજ હાથ ધરી છે.

(11:49 am IST)