Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

રાજયના પ્રવાસન મંત્રીના વિસ્તાર માણાવદરમાં ૬ દિએ પીવાના પાણીનું વિતરણ!! : શરમજનક

માણાવદર તાલુકાના તમામ ડેમો તળાવો ઓવરફલો થયા છે ત્યારે

માણાવદર તા ૨૦  : માણાવદર શહેરમાં ૩૫ હજારની જનતા છે, આજે રાજયના પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડાના મત વિસ્તારની જનતાને સમગ્ર તાલુકાને કુદરતે બેફામ વરસાદ વર્ષાવી તમામ ડેમો ઓવરફલો કરી દીધા છે.

સમગ્ર તાલુકાના ડેમો-તળાવ છલોછલ ભરાયેલા છે, પરંતુ પાલિકાના સતાધીશો જે ૩૬૫ દિવસના રૂપિયા લેવામાં આવે છે, પરંતુ પીવાના પાણી ૬ દિ એ વિતરણ કરવામાં આવે છે.

બાંટવા ખારા ડેમ કે જેમાં ૧ વર્ષનો જથ્થો છે ત્યાંથી જાંબુડા ૧૨ કિ.મી. એરીયામાં છલોછલ ડેમો ભરાયેલા છે. માણાવદર પાલિકાના હસ્તકના બોર-કુવા છલોછલ ભરાયેલા છે, તેમ છતાં પાલિકાના નપાણીયા સતાધીશોની સરેઆમ લાપરવાહીના કારણે આજે છ-છ દિ એ પીવાનું પાણી પુરૂ પાડી શકતા નથી.

૩૫ હજારની જનતા આજે મંત્રીશ્રી જવાહરભાઇને પ્રશ્ન કરી રહી છે કે આપના વિસ્તારમાં પીવાનું પાણી ૬ 'દિ એ કેમ? ચીફ ઓફિસર શ્રી નંદાણીયા પીવાના કલોરીનેશનમાં સારી કામગીરી કરી છે તો દરરોજ પાણી આપવામાંમોૈન કેમ ? દુષ્કાળ હોયતો ૧૦ થી૧૫ 'દિ એ મળે હવે બેફામ ડેમો છલોછલ છે તોય ૬ દિ એ ત્યારે ૩૫ હજારની જનતા ભાજપ શાસિત પાલિકાના સતાધીશો અને મંત્રી સામે ફિટકાર વર્ષાવે છે અન્ય આગેવાનો પણ મોૈન રહીને પ્રજાનો દ્રોહ સ્પષ્ટ દેખાય છે.

(11:48 am IST)