Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

મોરબી કોંગ્રેસે રસ્તા રોકી વિરોધ કર્યો

મોરબી, તા. ર૦ : સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમો અમલી બનાવ્યા બાદ વાહનચાલકોમાં આકરા દંડની જોગવાઈઓ અંગે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે લોકોના પ્રશ્નોને વાચા આપવા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા નગર દરવાજા ચોકમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

કોંગ્રેસ દ્વારા આજે નહેરૂ ગેઇટ ચોકમાં વિરોધ પ્રદર્શનમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા, કોંગ્રેસ અગ્રણી મુકેશભાઈ ગામી, રામજીભાઈ રબારી, રમેશભાઈ રબારી, કે ડી પડસુંબીયા અને સુરેશભાઈ સીરોહિયા તેમજ કાર્યકરો જોડાયા હતા ટ્રાફિકના આકરા દંડમાંથી મુકિત આપવા તેમજ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં હેલ્મેટમાંથી મુકિત આપવાની માંગ કરી હતી અને કોંગ્રેસી કાર્યકરોએ કાળા કાયદાના છાજીયા લીધા હતા અને બાદમાં ચક્કાજામ કર્યો હતો પોલીસે ૩૫ જેટલા કોંગ્રેસી કાર્યકરોને ડીટેઈન કર્યા હતા. (૯.૧) 

(11:47 am IST)