Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

પોરબંદર જિલ્લામાં શિક્ષણના ઘટતા જતા સ્તર પાછળ જવાબદાર કોણ...?: સરકારી શાળાઓની ઘટતી સંખ્યા

આરટીઆઇમાં સંતોષકારક જવાબો નહીં?: બ્રિટીશ શાસન અને દેશી રજવાડાના સમયના શિક્ષણની સરખામણીએ શુન્યાવકાશ તરફ ગતિ

પોરબંદર તા. ર૦ :..  બ્રિટીશ શાસન, દેશી રજવાડાનો યુગથી શિક્ષણ સ્તરનું મુલ્યાંકન કરીએ તો આજના વર્તમાન એકવીસમી સદીના યુગમાં ઉચ્ચ મસ્તક પર વીસમી સદીનું શિક્ષણ વિદ્યાતાથી રહે છે.

પોરબંદર સ્વર્ગસ્થ જઠવા વંશ રાજવીઓએ કન્યા કેળવણી પર પુરતું ધ્યાન આપી તળપદ કન્યા શાળાની ભેટ આપી આજે અંદાજીત ૧પ૦ વર્ષ થયા આજ તળપદ કન્યા શાળાની શું દશા છે ? આથી આગળ જતા બાલુબા કન્યા વિદ્યાલય, ઉચ્ચતર શિક્ષણસ્તર માટે રાજવી તરફથી ભેટ મળી. જયારે નગરજનો શ્રેષ્ઠી તરફથી ઉદ્યોગપતિ રાજરત્ન સ્વ. શ્રી શેઠશ્રી નાનજી કાલીદાસ મહેતા -બદીયાણીએ ખારવાવાડ વિસ્તાર હોળીચકલામાં આવેલ. નાનજી કાલીદાસ કન્યા શાળા ભેટ મળી એક સમય આ શાળાનું ગૌરવ મોરપીછ સમાન હતું સરકાર હસ્તક આ શાળાનું સંચાલન છે. પરંતુ સરાકરમાંથી લક્ષ અપાતું નથી. ત્યારબાદ સને ૧૯૩૬ માં રાજરત્ન  ઉદ્યોગપતિ સ્વ. શ્રી નાનજી કાલીદાસ મહેતા-બદીયાણી આર્ય કન્યા ગુરૂકુળની ભેટ આપી.  બાળાના કરમળ હસ્તે ખાત મુર્હુત કરાવેલ. પોરબંદર રાજવીઓએ ઉદાહર મને કર્લી ખાડીના ટેકરા ઉપર સેંકડો ચોરસ વારમાં જમીન આપી. આર્ય કન્યા ગુરૂકુળ વિદ્યાધામ સાકાર કર્યુ હતું. વર્તમાન યુગમાં ૮૩ વર્ષમાં વિકસીત ઉભેલ છે. હાલ આર્ય કન્યા ગુરૂકુળમાં બાલ બ્રહ્મચારણી બાળાઓને શિક્ષણ અપાય છે. આર્ય સંસ્કૃતિ વંદને ધ્યાનમાં રાખી અપાય છે.

વિકાસની યાત્રામાં નોંધનીય છે. ભારતના બીજાનું પ્લુનેટોરીયમ આર્ય કન્યા ગુરૂકુળ અડી જે જ આવેલ છે.

દક્ષિણ આફ્રિકાના પ્રમુખ નેલ્સન મંડેલા દેશ અને શિક્ષણ માટે કહેલ છે કે

'શિક્ષણનું પતન એટલે રાષ્ટ્રનું પતન'

'કોઇપણ દેશના વિનાશ માટે આટલું કરી, કે લાંબા અંતર સુધી ક્ષમતા ધરાવતા મિસાઇલની આવશ્યકતા નથી. માત્ર શિક્ષણનું સ્તર નીચું લાવવાથી પરીક્ષામાં કોપી કરવાની છૂટ આપવાથી આ થઇ શકે છે. કારણ કે આ રીતે ભણેલા' ડોકટરોથી દર્દીઓના મોત થઇ શકે છે. આવા એન્જીનીયરો અને બાંધેલા મકાન સ્વયંભુ જમીન દોસ્ત્ર થઇ જશે. અર્થ શાસ્ત્રીઓ ન્યાયનું ગળું દેવાશે. ધાર્મિક લોકાના હાથે માનવતાનું મૃત્યુ થશે. આનો અર્થે એ જ કે શિક્ષણું પતન એટલે રાષ્ટ્રનું પતન.

આ દક્ષિણ આફ્રિકાનું પ્રમુખ નેલ્સન મંડેલાનું ઘણું કહી જાય છે. જે આફ્રિક યુનિવર્સિટીના દરવાજે લગાડેલ છે.

ગુજરાતમાં શિક્ષણનું સ્તર કેટલું નીચું ગયેલ છે. છતાં ગુજરાત સરકાર શિક્ષણ પ્રત્યે ભ્રામક પ્રચારથી પોતે છેતરાય છે.

પોરબંદરમાં દેશી રજવાડા સમય દરમ્યાન વર્તમાન સને ૧૯૯૦ સુધી શિક્ષણનું સ્તર કેટલું ઉચ્ચું રહેલ ત્યારે વર્તમાન સ્થિતિ શિક્ષણ નીચું નહીં શૂન્ય અવકાશ પર થઇ રહેલ છે.

પોરબંદરમાં મેડીકલ કોલેજ કાર્યરત કરવાની હતી. પુષ્કળ મહેનત કરતા તે સ્વપ્ન સાકાર થવાની અણી પર હતું ત્યારે કોઇ રાજકારણીએ દરમ્યાનગીરી કરી પોતાની વગથી જામનગર મેઘજી પેથરાજ મેડીકલ કોલેજ કાર્યરત કરાવી ત્યારબાદ અનેક પ્રયત્નો કરવા છતાં તે સ્વપ્ન સાકાર નહીં થતાં આખરે આ હવા મહેલનો ઉપયોગ શૈક્ષણિક હેતુને ધ્યાનમાં રાખી રામબા ટીચર્સ કોલેજ યાને આર.જી.ટી. કોલેજ શરૂ કરાવી. ખાનગીમાં ૧૮૭૭થી કાર્યરત વી.જે. મદ્રેસા, જેનું ડરબનમાં ટ્રસ્ટ છે. પોરબંદરના ઝવેરીબંધુક સ્થાપક છે.

અમુક જાણકાર વર્તુળના કહેવા પ્રમાણે જયારે ભાવનગર યુનિવર્સિટી સંકુલન આપવામાં આવેલ તે પહેલા પોરબંદર સ્વ. મહારાણા નટવરસિંહજી જેઠવાએ પોતાના જ હજુર પેલેસમાં અમુક ભાગ યુનિવર્સિટીના ઉપયોગ માટે સ્થાપવા માટે સરકારશ્રીને વિનામૂલ્યે આપવા જણાવેલ જે લાંબો સમય પત્ર વહેવાર પણ ચાલ્યો હાલ તે પત્ર વહેવાર સચવાયેલ હશે કે કેમ ? આમાં પણ વિધ્ન ઉભું થયેલ.

સ્વ. મહારાણાનો શિક્ષણપ્રેમ બ્રિટીશ શાસનમાં જાણતો હતો. સ્વ. મહારાણાએ પોરબંદર એડમીનીસ્ટ્રેટર શાસનમાં હતું ત્યારે છેલ્લા એડમીનીસ્ટ્રેટર હેન્કોકના નામથી મિડલ સ્કૂલ કાર્યરત સ્થાપી. માધ્યમિક શિક્ષણની સુવિધા પ્રાપ્ત કરી આ  હેન્કોક મેમોરીયલ મિડલ સ્કૂલ, પોરબંદરનું જુનું પાંજરાપોળ ત્યારબાદ લેડી (ઝનાના) હોસ્પિટલ તે ખસેડી સુલ કાર્યરત કરી હેન્ડકોક મેમોરીયલ મિડલ સ્કૂલ ધોરણ ૧ ફર્સ્ટ અંગ્રેજી ધો. ૩ થર્ડ અંગ્રેજી સુધી અભ્યાસ આ શાળામાં ત્યારબાદ ધોરણ ૪ ફોર્થ અંગ્રેજીથી ભાવસિંહજી હાઇસ્સ્કુલમાં ઉચ્ચતર વિદ્યાભ્યાસની સગવડ મળી જે જુની એ.સી.સી. યાને મેટ્રીક આજ વર્તમાન ધોરણ ૧૧ સુધી પ્રાપ્ત થઇ શકતું. શિક્ષણસ્તર ઉચ્ચું રહેલ. શિક્ષણસ્તર ઉચ્ચું રહે જેથી રાજકોટથી ખાસ લોન સરવીસ પર ખાસ શિક્ષણ અધિકારીની નિમણૂંક કરી પોરબંદરને શિક્ષણ ક્ષેત્રે આગવું સ્થાન અપાવ્યું મેળવેલ જે સને ૧૯૯૦ સુધી જળવાયેલ ત્યારબાદ શાળાની જમીન પચાવી પાડવા કારસો રચ્યો, પ્રથમ ૧પ૦ વર્ષ જુની તાલુકા શાળા બંધ કરાવી વિદ્યાર્થી મળતા નથી અને ત્યાં જીલ્લા પંચાયત કચેરી સાકાર કરી. તાલુકા શાળાનું નામ બદલી કુમાર શાળા આપ્યું સંખ્યા ઘટાડી હેન્કોક મેમોરીયલ મીડલ સ્કૂલમાં અમુક સમય કાર્યરત રાખી વિદ્યાર્થી સંખ્યા મળતી નથી તે બ્હાના નીચે બંધ કરાવી તેજ રીતે હેન્કોક મેમોરીયલને વિદ્યાર્થી મળતા નથી તે બ્હાના નીચે બંધ રાવી.

સરકાર દ્વારા મફત શિક્ષણની જાહેરાત કરાય છે. કાયદો રાઇ-ટુ એજયુકેશન ગુજરાતમાં શિક્ષણ મેળવવો મારો અધિકાર છે બનાવ્યો આ કાયદાનું સુર સુરીયું થયું સરકારી શિક્ષણ સંસ્થા અંગત સ્વાર્થી માટે બંધ કરાવી દીધેલ, પરંતુ લાંબા મસયે આ શાળામાં વિદ્યાભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખ્યાલમાં આવેલ કે વિદ્યાર્થીની પૂરતી સંખ્યા હોવા છતાં યેનકેન પ્રકારે હેન્કોક મેમોરીયલ મીડલ સ્કૂલ  સરકારશ્રીનો રાઇ-ટુ એજયુકેશન યાને શિક્ષણ મેળવવા માટે મારો અધિકાર છે. સરકાર વિનામુલ્યે શિક્ષણ પુરૃં પાડે છે. તે નજર સમક્ષ સામે તેમજ મિડલ સ્કુલ બંધ કકર્યા આશરે એકાદ ડઝન જેટલી સરકારી માન્યતા મેળવેલ. શાળાને વિદ્યાર્થીઓ મળવા લાગ્યા મોંઘી ફી ભરવા લાગ્યા તે મુદો ધ્યાને ગુજરાત રાજયના ચીફ સેક્રેટરીશ્રી પોરબંદરના સીનીયર સીટીઝન પીઢ પત્રકાર હેમેન્દ્રકુમાર પારેખ, ઇલેકટ્રોનીક મીડીયાના યુવા રીપોર્ટ ચેતનભાઇ ઠકકાર, સામાજીક કાર્યકર પ્રાગજીભાઇ નાથાભાઇ તુંબડીયાએ માહિતી અધિકાર અધિનીયમ ર૦૦પ નીચે હેન્કોક મેમોરીયલ મિડલ સ્કુલ પુનઃ તાત્કાલીક અસરથી શરૂ કરવા અથવા સને ર૦૧૯-ર૦-ર૧ વર્ષથી કાર્યરત કરવા માટે આર. ટી. આઇ. કરેલ છે. જે આર. ટી. આઇ. ચીફ સેક્રેટરીશ્રી ગુજરાત રાજયે શિક્ષણીક ખાતાને વિભાગવાર તબદિલ કરેલ હોય નવું અર્ધ સત્ર પુરૂ થવા આવેલ. હોવા છતાં માહિતી આપેલ નથી. ગુજરાત શિક્ષણ વિભાગે પોરબંદર શિક્ષણાધિકારી નં. ૧ તથા શિક્ષણાધિકારી નં. ર ને પુરી પાડવા જણાવેલ છે. તેમજ તપાસ કરી યોગ્ય અહેવાલ પણ મંગાવેલ છે. હેન્કોક મેમોરીયલ મિડલ સ્કુલ સરકાર સંચાલીત ભાવસિંહજી હાઇસ્કુલનો ૧ એક ભાગ રામકૃષ્ણ મીશનને કેવી રીતે સોંપેલ છે. તેની વિગત માંગવામાં આવેલ છે. માહિતી અધિકાર અધિનીયમ ર૦૦પ નીચે બીજો પ્રયત્ન છે આ પહેલા પોરબંદર શિક્ષણા અધિકારી પાસે સીધી માહિતી અધિકાર નીચે માંગેલ. તે પણ પુરી પાડેલ નથી. અને સંતોષકારક જવાબ મળતો મળેલ નથી.

(11:38 am IST)