Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

જસદણ પાસે લીલાપુરના રમેશભાઇ પટેલ પર જુના મનદુઃખનો ખાર રાખી લાકડીથી હુમલો

રાજકોટ, તા., ર૦: જસદણ પાસે લીલાપુરના પટેલ પ્રૌઢ પર જુની અદાવતનો ખાર રાખીં  રબારી શખ્સે લાકડીથી હુમલો કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ જસદણ લીલાપર હાઇવે રોડ પર થાંભલા બનાવવાના કારખાના પાસે રમેશભાઇ રવજીભાઇ પટેલ (રહે. લીલાપુર) પર તે જ ગામના ભીમશી દેવાયતભાઇ રબારીએ લાકડીથી હુમલો કરી ઢીકા પાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. આ હુમલામાં રમેશભાઇને  ફેકચર જેવી ઇજા થઇ હતી. ઇજાગ્રસ્ત રમેશભાઇ અને આરોપી વચ્ચે સાતેક વર્ષ પહેલા ઝઘડો થયેલ હોય તેનો ખાર રાખી હુમલો કરાયો હતો. આ અંગે રબારી શખ્સ સામે ફરીયાદ થતા જસદણ પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:37 am IST)