Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

બ્રાહ્મણી ૨ ડેમમાં પીવાના પાણીની લાઇનનો ૩૦ ગામના ખેડૂતો દ્વારા વિરોધ

ડેમમાંથી પીવાના પાણી લેવાશે તો સિંચાઈ બંધ થશે, કલેકટરને આવેદન

મોરબી,તા.૨૦:મોરબી જીલ્લાના બ્રાહ્મણી-૨ ડેમથી નવા સાદુળકા એન સી ૭ (મોરબી) પમ્પીંગ સુધી જે પાણીની લાઈન નાખવામાં આવનાર છે તેનો મોરબી અને હળવદ તાલુકાના ૩૦ ગામના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને ખેડૂતોને સિંચાઈ બંધ થશે જેથી પ્રોજેકટ બંધ રાખવા આવેદન પત્ર પાઠવ્યું છે

મોરબી અને હળવદ તાલુકાના ૩૦ ગામના ખેડૂતો અને સરપંચો દ્વારા જીલ્લા કલેકટરને અપ્થ્વેલા આવેદનમાં જણાવ્યું છે કે ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લી. દ્વારા હળવદ બ્રાહ્મણી-૨ ડેમથી સાદુળકા એન સી સુધી પીવાના પાણીની લાઈન નાખવાની તૈયારી કરેલ છે બ્રાહ્મણી-૨ માં ઓછી આવકને લીધે કયારેય પૂરતા પ્રમાણમાં પાણી સ્ટોરેજ થતું નથી જેથી ધ્રાંગધ્રા નહેર આધારિત હળવદ અને મોરબી તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી કાયમી ધોરણે સમયસર અને પૂરતા પ્રમાણમાં મળતું નથી અને જો આ પાઈપ લાઈન દ્વારા મોટા પ્રમાણમાં પાણી લઇ જવામાં આવે તો ખેડૂતોને ખેતરમાં કેનાલોની જમીન આપેલ હોવા છતાં કેનાલમાં સિંચાઈના લાભથી વંચિત રહેશું કારણકે બ્રાહ્મણી-૨ ડેમમાંથી નદીના લાભાર્થી અને બ્રાહ્મણી-૨ આધારિત હળવદ તાલુકાના ગામોને પીવાનું પાણી આપવાની યોજના કાર્યરત છે ધ્રાંગધ્રા શાખા નહેરમાં બ્રાહ્મણી ૨ માં કુલ પાણી સ્ટોરેજ થાય પછી જ નહેરના ટેઈલના ભાગના હળવદ અને મોરબી તાલુકાના ૨૨ ગામોને પાણી આપે છે જોકે પાણી કયારેય પૂરતા પ્રમાણમાં સમયસર મળતું નથી. બ્રાહ્મણી-૨ માં આવક ઓછી હોય અને કેપેસીટી ના હોવાથી આ પ્રોજેકટ સફળ નહિ થાય અને પાઈપલાઈન નર્મદા કેનાલની બાજુમાં કેનાલ દ્વારા કેનાલ માટે જમીન સંપાદન કરેલ છે તે જગ્યા વધારાની હોવા છતાં તેનાથી દુર નવી જગ્યાના સંપાદન અધિકારી મેળવી લાઈન નાખવા માંગે છે જેનો સામુહિક રીતે વિરોધ કરીએ છીએ. આ પાઈપ લાઈનથી પાણીનો મોટો જથ્થો ઉપાડી જવામાં આવે તો ખેડૂતો સિંચાઈથી વંચિત રહી જશે જેથી ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર દ્વાર લાઈન નાખવાનું રદ કરવા અને ખેડૂતલક્ષી નિર્ણય લઇ આર ઓ યુ રદ કરવાની માંગ કરી છે અન્યથા ખેડૂત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ ગાંધી ચિંધ્યા માર્ગે અનિશ્યિત મુદતનું ખેડૂત આંદોલન કરવાની ફરજ પડશે તેમ પણ અંતમાં જણાવ્યું છે ખેડૂતોના આવેદન મામલે જીલ્લા કલેકટરે યોગ્ય કરવાની ખાત્રી આપી હતી

(11:26 am IST)