Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

'તું પોલીસનો બાતમીદાર છો' કહી રાહુલ સોલંકીને અપુ, જગુ અને બારોટે છરી ઝીંકી

ગોંડલની ધારેશ્વર ચોકડી પાસે બનાવઃ યુવાનને રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ર૦: ગોંડલના ધારેશ્વર ચોકડી પાસે યુવાનને 'તું પોલીસનો બાતમીદાર છો' કહી ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. મળતી વિગત મુજબ ગોંડલના ભગવતપરા શેરી નં. ૩૯/૧૪ માં રહેતો અને કલરકામ કરતો રાહુલ રમેશભાઇ સોલંકી (ઉ.વ. રપ) ગઇકાલે વાછડાવાવ ગામે રહેતા તેના કાકાના ઘરે ગયો હતો. બાદ ત્યાંથી રાત્રે પરત આવતો હતો ત્યારે ધારેશ્વર ચોકડી પાસે પહોંચ્યો ત્યારે અપુ રાઠોડ, જગુ અને બારોટ નામના શખ્સોએ 'તું પોલીસનો બાતમીદાર છો' કહી ઝઘડો કરી છરી વડે હુમલો કરી નાસી ગયા હતા, બાદ રાહુલ સોલંકીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે ગોંડલ પોલીસે તપાસ આદરી છે.

 

(11:14 am IST)