Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

કચ્છના રાપરના ગ્રામ્ય વિસ્તારોમાં ર ઇંચઃ સૌરાષ્ટ્રમાં મિશ્ર વાતાવરણ યથાવત

રાજકોટ તા. ર૦ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે.

ભુજ : કચ્છમાં આ વર્ષે મેઘરાજાની મહેર રહી છે અને વિદાય લઈ રહેલા ભાદરવાની આખરમાં પણ છેલ્લા ભુસાકાની સાથે મેઘરાજા વરસ્યા હતા. રાપર તાલુકામાં બપોર પછી ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબકયો હતો. મોટી રવ, રવેચી, નંદાસર, શાણપર, ભીમાસર, પ્રાગપર, ઉમૈયા, હમીરપર અને આડેસર પંથકમાં બે ઇંચ જેવો વરસાદ વરસી ગયો હતો. પવનના કારણે ઘણા ગામડાઓમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. રાપરમાં પણ ધીમી ધારે વરસાદ પડ્યો હતો. ભચાઉ શહેર ઉપરાંત નજીકના નંદગામમાં સાંજે પવન સાથે વરસાદ પડ્યો હતો. ભુજ, નખત્રાણા અને માંડવીમાં મોડી સાંજે વાતાવરણ પલટયું હતું. વીજળી સાથે ભુજ અને બાજુના ગામો નારણપર, કેરમાં મોટા કરાં જેવા ઝાપટા સાથે રસ્તા પર પાણી વહી નીકળ્યું હતું. માંડવી શહેર ઉપરાંત તાલુકાના ગઢશીશા અને મઉ ગામે તો નખત્રાણા ગામ સહિત બાજુના વિસ્તારો કોટડા, જડોદર, નિરોણા, બીબ્બર પંથકમાં પણ પવન, વીજળી સાથે જોરદાર ઝાપટા પડતા પાણી વહી નીકળ્યા હતા.

જામનગર

જામનગર : આજનું હવામાન ૩૩.પ મહત્તમ ર૬ લઘુતમ ૮૧ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭.પ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી. જયારે લાલપુરમાં અને રૂપાવટી ડેમ ઉપર અડધો ઇંચ વરસાદ પડયો છે.

(11:13 am IST)