Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

મંદિરમાં અભરખા ઉતારવાનો સમય : પૂ. નિર્મળ સ્વામી

વડોદરા કારેલી બાગમાં સંગોષ્ઠીમાં ભાવિકો ઉમટી પડયા

જેને પ્રેમ આપીએ તેટલો જ પ્રેમ લઇ શકીએ. સજીવ તરફનો પ્રેમ પરિણામ આપે. મંદિરમાં પગરખા નહીં અભરખા ઉતારવાનો સમય છે. આ અમૃત વાણી વડોદરા કારેલી બાગ ખાતે યોજાયેલ શિષ્યસ્ય  પરમ મંગલમ સંગોષ્ઠી વેળાએ સમઢીયાળા-૧, યોગીધામ (બોટાદ)ના યુગદીવાકર સંત પૂ. નિર્મળ સ્વામીએ પીરસી હતી.

તેમણે કહ્યું કે જે વ્યકિત પોતાની સત્ય વાત માટે અડીખમ રહેતો હોય તેને સફળતા મળે છે. ભકિત કરવા માટે બ્રાય આડેબરની આવશ્યકતા નથી. સિદ્ધોતિક મતભેદ મર્યાદિત રાખી એને ઝડતાથી સાધન બનાવી સાધક સુધી પહોંચાડવા નહીં. યુગદીવાકર સંત પૂ. નિર્મળ સ્વામીએ અંતમાં જણાવ્યું કે દુઃખોનું મુળ અજ્ઞાન છે. તત્પરતા, તપસ્યા, તીવ્રતા વધે અને વ્યસન દુસંગ વિકાર ઘટે એ જ મનુષ્ય સેવા, સમર્પણ તેમજ શરણાગતિના માર્ગનું અનુસરણ કરી શકશે. વિરૂદ્ધ સામ્રાજય સ્થાપિત કરવા શુદ્ધનું શાસન પર સામ્રાજય અનિવાર્ય છે. મનુષ્યના જીવમાં બ્રાય વાતાવરણની અશુદ્ધિ અંતરમાં ન પ્રવશે એ કાળજી રાખવી જોઇએ. સત્ય હોય ત્યાં સર્વસ્વ છે. અન્યમાં દેખાતા દુર્ગુણો જાઇ તમારા સદગુણો સાથે સરખાવો તો દ્રષ્ટિનો રોગ મટી જશે. કૃપા મળી છે તો ક્રુરતા તરફ નહીં, પરંતુ કરૂણા તરફ વળવાની શીખ આપી હતી. મનુષ્યનું બંધન મુકિત, સ્થિતિ અને આનંદ હંમેશ અફર હોવા જોઇએ.

 

(10:08 am IST)