Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

મોરબીમાં ટ્રાફિકના નવા કાયદાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા છાજીયા લઇને ધરણા પ્રદર્શન-ચક્કજામઃ ધારાસભ્ય સહિત ૩પ જેટલા આગેવાનો, કાર્યકરોની અટકાયત

મોરબી : મોરબીમાં આજે ટ્રાકીકના નવા કાયદાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના નહેરુ ગેટ ચોક ખાતે ધારાસભ્ય તથા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ઘરણા પ્રદર્શન કર્યું હતું. તેમજ ચક્કાજામ કરીને ટ્રાફિકના કાળા કાયદાના વિરોધમાં સરકારના નામના છાજીયા લીધા હતા. બાદમાં પોલીસે ધારાસભ્ય સહિત 35 કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી.

 

ટ્રાફિકના નવા કાયદા તાજેતરમાં લાગુ કરવામાં આવ્યા છે. જેમાં ટ્રાફિકના આકરા દંડની જોગવાઈ હોવાથી નવા ટ્રાફિકના કાયદાનો ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબી શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે ટ્રાફિકના કાળા કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં મોરબી શહેરના નહેરૂ ગેટ ચોક ખાતે ધારાસભ્ય બ્રિજેશ મેરજા, શહેર કોંગ્રેસ પ્રમુખ રામભાઈ રબારી સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ વિરોધ પ્રદશન કરવામાં આવ્યું હતું અને નવા ટ્રાફિકના કાયદાને કાળા કાયદા ગણાવીને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ ચક્કાજામ કરીને પ્રજા ઉપર ખોટી રીતે ટ્રાફિકના આકરા દંડની જોગવાઈ લાદીને હેરાનગતિ કરનાર સરકારના નામના મરસિયા ગાઈને છાજીયા લીધા હતા. બાદમાં પોલીસે ધારાસભ્ય બ્રિજેશ મેરજા, શહેર કોંગ્રેસ પ્રમુખ રામભાઈ રબારી સહિતના કોંગ્રેસના 35 જેટલા આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(4:19 pm IST)