Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

ક્રિકેટ છાપરી મેદાનમાં જાહેરમાં વરલી મટકાના આંકડા લેતો સિહોરના રાજુને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી

 

 ભાવનગર ;જાહેરમાં વરલી મટકાના આંકડા લેતો સિહોરના રાજુને ભાવનગર એસઓજીએ ઝડપી પાડ્યો છે ભાવનગર જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સારૂ ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલએ  હાથ ધરેલ ઝુંબેસના ભાગ રૂપે એસ..જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ..જી. સ્ટાફને સફળતા ,મળી છે

    એસઓજી સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા અને પોલીસ હેડકોન્સ. હરેશભાઇ ઉલવા તથા પોલીસ કોન્સ. નિતીનભાઇ ખટાણાને મળેલ બાતમી આધારે શિહોર, ક્રિકેટ છાપરી મેદાનમાં જાહેરમાં વરલી મટકાના આંકડા લેતો ઇસમ રાજુભાઇ હિમંતભાઇ ડાભી..૪૨ ) ( રહેવાસી-શિહોર જી.ભાવનગર ) ને વરલી મટકાના આંકડા લખેલ ચિઠ્ઠીઓ નંગ- તથા રોકડ રૂપિયા ,૬૦૦  તથા મોબાઇલ ફોન- મળી કુલ કિ ૧૦,૬૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે મજકુરના વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરી શિહોર પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

    કામગીરીમાં એસ..જી.ના પોલીસ સબ ઇન્સપેકટરશ્રી ડી.ડી.પરમાર સા.ની સુચનાથી પોલીસ હેડકોન્સ. હરેશભાઇ ઉલવા તથા પોલીસ કોન્સ. નિતીનભાઇ ખટાણા તથા સોહીલભાઇ ચોકીયા જોડાયા હતા

(9:57 pm IST)