Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

ભાવનગરમાં એશિયા કપ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા બુધા મકવાણાની ધરપકડ: રૂપિયા 6.67 લાખનો મુદ્દામાલ જપ્ત

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ નાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને હાલમાં એશિયા કપ શરૂ થયેલ હોય.જે ક્રિકેટ કપની રમાતી મેચો દરમ્યાન ક્રિકેટનો સટ્ટો રમવાવાળા ઉપર વોચ રાખી ક્રિકેટ સટ્ટાનાં જુગારને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા સુચના આપેલ.જે સુચના તથા માર્ગદર્શન હેઠળ ભાવનગર એલ.સી.બી.ની ટીમ અંગત બાતમીદારોથી માહિતી મેળવવા તથા અગાઉ ક્રિકેટ સટ્ટો રમતાં પકડાય ગયેલ ઇસમોની વોચમાં હતાં.આ દરમ્યાન *પો.કો. ચિંતનભાઇ મકવાણા તથા રાજેન્દ્દસિંહ સરવૈયાને બાતમીરાહે હકિકત મળેલ કે, બુધાભાઇ સુખાભાઇ મકવાણા રહે.મુળ-મોટા ચોક,શિહોર હાલ-ફલેટ નં. ૪૦૨, ચોથા માળે,’’એ’’ વીંગ, અંજની હાઇટસ,કબીર આશ્રમ રોડ,કાળીયાબીડ,ભાવનગરવાળા ઉપરોકત ફલેટ ભાડે રાખી તેનાં કબ્જા ભોગવટાનાં ફલેટમાં બહારથી માણસો બોલાવી ટી.વી. માં આવતી એશિયા કપની ક્રિકેટ મેચ ઉપર મોબાઇલ દ્રારા ક્રિકેટ મેચના સોદા કરી પોતાના આર્થિક લાભ સારૂ હારજીતનો જુગાર રમી-રમાડી જુગારનો અખાડો ચલાવે છે.* જે હકિકત ગઇકાલ રાત્રીનાં વેરીફાય કરાવતાં બાતમીવાળી જગ્યાએ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાતો હોવાનું જણાય આવેલ.જેથી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં બાતમીવાળી જગ્યાએ આવેલ ફલેટમાં એશિયા કપની ભારત- પાકિસ્તાન વચ્ચે રમાતી ક્રિકેટ મેચ ઉપર ક્રિકેટ સટ્ટાનો જુગાર રમી- રમાડતાં બુધાભાઇ સુખાભાઇ મકવાણા ઉ.વ.૩૯ રહે.મુળ-કપોળ વાડીનો ખાંચો,મોટા ચોક,શિહોર હાલ-ફલેટ નં.૪૦૨,ચોથા માળે,’’એ’’ વીંગ, અંજની હાઇટસ,કબીર આશ્રમ રોડ,કાળીયાબીડ, ભાવનગરવાળા હાજર મળી આવેલ. તેઓનાં કબ્જામાંથી નીચે મુજબનો મુદ્દામાલ મળી આવેલ.

1. કાળા કલરનું Vtone કંપનીનું મોડલ નં.૨૦૧૦ LED TV કિ.રૂ.૨,૦૦૦/- 

2. કાળા કલરનું ટાટા સ્કાય ડીશ ટી.વી. સેટ અપ બોકસ કિ.રૂ.૧,૫૦૦/- તથા રીમોટ-૧ વાયર સહિત કિ.રૂ.૧૦૦/- 

3. ક્રિકેટ મેચનાં ગ્રાહકોનાં સોદા લખેલ નોટબુક કિ.રૂ.૦૦/- તથા બોલપેન-૧ કિ.રૂ.૦૦/- 

4. અલગ-અલગ કંપનીનાં મોબાઇલ નંગ-૫ કિ.રૂ.૯,૦૦૦/-  આધાર કાર્ડ કિ.રૂ.૦૦/- 

5. રોકડ રૂ.૬,૫૫,૦૦૦/-ની ભારતીય બનાવટની ચલણી નોટો તથા લાઇટ બિલ

ભાવનગર એલ.સી.બી. ટીમે ઉપરોકત આરોપી પાસેથી કુલ રૂ.૬,૬૭,૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ. આ ક્રિકેટ સટ્ટો રમતાં અને રમાડતાં ઇસમો વિરૂધ્ધ ભાવનગર શહેર,નિલમબાગ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ફરીયાદ દાખલ કરાવવામાં આવેલ છે.તેમજ પકડવાનાં બાકી તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે એલ.સી.બી.એ તજવીજ હાથ ધરેલ છે.

*_આમ,ભાવનગર એલ.સી.બી.ની ટીમને ક્રિકેટ સટ્ટો રમતાં એક ઇસમ ને પકડી પાડવામાં સફળતા મળેલ છે._*

*_આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી. જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં વનરાજસિંહ ચુડાસમા, કલ્યાણસિંહ જાડેજા, ભહિપાલસિંહ ચુડાસમા, ચિંતનભાઇ મકવાણા, રાજેન્દ્દસિંહ સરવૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં._*

(1:51 pm IST)