Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

ભાણવડના સહદેવળીયામાં કામધંધો અંગે ઠપકો આપતા પુત્રનો પિતા ઉપર હુમલો

ખંભાળીયા, તા. ર૦ : ભાણવડના સહદેવળીયા ગામે રહેતા જીતેન્દ્ર બાબુભાઇ પરમાર ઉ.૪૦ વાળાનો ભાઇ આરોપી દીલીપભાઇ બાબુભાઇ પરમાર કોઇ કામધંધો કરતો ન હોય જેથી તેમના પિતા બાબુભાઇ પરમારએ ઠપકો આપી કામધંધો કરવાનું કહેતા આરોપી દીલીપ બાબુ પરમારએ ઉશ્કેરાઇ જઇ ભાલા તથા લાકડી વડે જીવલેણ ઇજાઓ કરી મારી નાખવાની કોશિષ કરીયાની ફરીયાદ જીતેન્દ્ર બાબુભાઇ પરમારએ નોંધાવાતા પોલીસે આરોપી વિરૂદ્ધ ૩૦૭, ૩રપ, સહિત કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ખૂનની ધમકી

ભાણવડના વેરાડ ગામે રહેતા ફરીયાદી બ્રિજેશ હસમખ ભાણવાડીયા ઉ.ર૮ વાળાની જમીન તથા આરોપીઓની જમીન બાજુમાં આવેલ હોય જે બાબતે જુનું મનદુખ હોય જેનો ખાર રાખી આરોપી (૧) સંજય નાગજીભાઇ નકુમ (ર) રાજેશ નાગજી નકુમ (૩) નાગજી રત્નાભાઇ નકુમ (૪) નાગજીભાઇના પત્ની રહે. બધા વેરાડ ગામ વાળાએ ભેગા મળી કુહાડી વડે હુમલો કરી મુંઢ માર મારી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ બ્રિજેશ ભાણવડીયાએ નોંધવાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માર માર્યો

ખંભાળીયા તાલુકાના કોલવા ગામે રહેતા ફરીયાદી પુંજા રાજશીભાઇ નંદાણીયા ઉ.૩૦ વાળાનો પાણીનો બોર જેનાથી થોડે દૂર બોર કરવાનું કહેતા આરોપી (૧) ભીખા નંદાણીયા (ર) મણીબેન ભીખાભાઇ નંદાણીયા (૩) સવદાસ ભીખા નંદાણીયાએ ભેગા મળી લોખંડના પાઇપ વડે માર મારી ફ્રેકચર સહિતની ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ પુંજાભાઇ નંદાણીયાએ નોંધાવાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

હુમલો

મીઠાપુરના આરંભડા ગામે રહેતા ફરીયાદી ચંદુભાઇ વલ્લભભાઇ સામાણી ઉ.૬૩ તેના અસીલ મિનાક્ષીબેન કોર્ટમાં કેસ બાબતે આવેલ હોય ત્યારે વચ્ચેના સમયે બજારમાં નાસ્તો કરવા જતા હતાં ત્યારે આરોપી (૧) નરેશ પાલા હાથીયા (ર) કમા ખીમા હાથીયાએ અપશબ્દો બોલી વૃદ્ધનો કાઢલો પકડી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની બન્ને આરોપી વિરૂદ્ધ નોંધાવાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:46 pm IST)
  • રાજકોટ સિવિલ હોસ્પિટલના ૧૪૬ ડોકટરોની અચાનક બદલી થતાં ભારે કચવાટ : ભયાનક રોગચાળો મોઢું ફાડીને ઉભો છે ત્યારે ફેંકાફેંકી થતા ભારે ઉહાપોહ access_time 1:37 pm IST

  • સાબરમતીમાં ઢગલા મોઢે પ્રદુષિત પાણી ઠલવાય છે :નદીના બ્યુટીફીકેશનના કરોડો રૂપિયાના ખર્ચા ઉપર મોટો ફટકો : ચંદ્ર ભાગા પાસે સાબરમતીમાં ગટરનું પાણી છોડાઈ રહ્યાના અહેવાલો access_time 3:05 pm IST

  • પાકિસ્‍તાની સૈનિકોએ બર્બરતાની હદ વળોટી : ભારતીય જવાન ઉપર ભયાનક ક્રૂરતા આચરી : આંખો કાઢી લીધી : વીજ કરંટ આપ્‍યા અને ગોળી ધરબી દીધી : બીએસએફનો જવાન આંતરરાષ્‍ટ્રીય સરહદે ફરજ બજાવતા શહીદ થયો : નરાધમોએ ગળુ કાપી નાખ્‍યુ : હવે યુદ્ધ એ જ કલ્‍યાણ : દેશવાસીઓમાં ફાટી નીકળેલો પ્રચંડ રોષ : પાકિસ્‍તાનને જબરો સબક શીખવવા ચારેકોર ઉઠેલી માંગણી access_time 12:47 pm IST