Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડમાં ભાજપ પેનલના સુપડા સાફઃ કોંગ્રેસની પેનલે ખાતુ ખોલવા ન દીધુ

સાવકુંડલા તા.૨૦: સાવરકુંડલા માર્કેટયાર્ડના ખેડુત વિભાગમાંથી આઠ ડીરેકટરો અને મતદાન વિભાગમાંથી ચાર ડીરેકટરો અને સહકારી ખરીદ વેચાણ વિભાગના બે ડીરેકટરો સહીત કુલ ચવુદ બેઠકો પૈકી બાર બેઠકોનું મતદાન ગઇકાલ તા.૧૮-૯-૧૮ ના રોજ થતા ખેડુત વિભાગ અને વેપારી વિભાગમાં નેવુ ટકાથી વધારે ભારે મતદાન થયુ જેની આજરોજ ગણતરી થતા આ વિસ્તારના ગ્રાશરૂટ લેવલના સક્રીય કાર્યકર, સહકારી અને ખેડુત આગેવાન દિપકભાઇ માલાણીની પેનલના બારેય ઉમેદવારો ચુંટાઇ આવેલ અને ભાજપના ત્રણ ટર્મ ધારાસભ્ય રહેલ અને યાર્ડના પુર્વ ચેરમેન રહેલ.

કાળુભાઇ વિરાણીના નેતૃત્વ વાળી ભાજપ પેનલનું ખાતુ ફરી વખત આ ચુંટણીમાં ખુલ્યુ નથી અને શ્રીદિપકભાઇ માલાણીની પેનલનો તમામ બેઠકો ઉપર ભવ્ય વિજય થયેલ છે. આ વખતની ચુંટણીમાં ખાસ ધ્યાનમાં લેવા જેવી હકીકતો એ હતી કે શ્રી કાળુભાઇ વિરાણીને કોંગ્રેસના ચાલુ ધારાસભ્ય તેમજ ભુતપૂર્વ ધારાસભ્ય ધીરૂભાઇ દુધવાળા સહીત જીલ્લાના અન્ય ધારાસભ્યો અને કોંગ્રેસી દીગ્ગજો, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, યાર્ડના ચાલુ ચેરમેન સહિતની કોંગ્રેસ સક્રિય રીતે તન-મન-ધન થી શ્રી વિરાણીને પેનલને જીતાડવા મદદે આવેલ. ગામડાઓમાં પ્રવાસ કરેલ, મોબાઇલ ફોનથી અપીલ કરેલ અને બીજુ ઘણુંબધુ કરેલ. બીજી તરફ શ્રી દિપકભાઇ માલાણી માત્ર તેના સ્થાનીક લેવલના પાયાના અને હંમેશના નિષ્ઠાવાન સાથીદારોની મદદથી એકલે હાથે જંગ જીતી ગયા છે.

આ બાબતે શ્રી દિપકભાઇ માલાણીએ હર્ષ સાથે આશ્ચર્ય વ્યકત કરેલ કે લોકતંત્રમાં લોકો સૌથી મહાન છે. નહી કે Ex.મીનીસ્ટર કે Ex.M.P. કે Ex.M.K.A કે ફલાંણા Ex જેવા બ્રાન્ડેડ કહેવાતા નેતાઓ, લોક શકિત સૌથી મહાન છે તે આ યાર્ડની ચૂંટણી એ સંદેશો આપ્યો છે. આ ચૂંટણીમાં મને અને મારી પેનલને મદદ કરનાર. કામગીરી કરનાર તમામ પાયાના સ્થાનીક કાર્યકરો અને સ્થાનીક ખેડૂત આગેવાનો, સહકારી આગેવાનો હતાં. તેના સહારે જ અને મહેનતથી આ પરીણામ આવ્યુ છે. અને દરેક વખતે આ સ્થાનીક પાયાના મહેનતુ કાર્યકરોની શકિતથી જ જંગ જીત્યા છીએ અને મજબુત બન્યા છીએ. અને ટકયો છું.

શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં તળાવીયા મનજીભાઇ સવજીભાઇ -મુ. વંડા, માલાણી દીપકભાઇ કુરજીભાઇ-મુ. આંબરડી, જયાણી ભનુભાઇ ભોળાભાઇ -મુ. સાવરકુંડલા, ખુમાણ જશુભાઇ શાર્દુળભાઇ-મુ. સેંજળ, કોઠીયા દુર્લભજીભાઇ મનજીભાઇ-મુ. ગીણીયા, માલાણી ચેતનભાઇ છગનભાઇ-મુ. ખડસલી, ગુર્જર હિંમતભાઇ મોહનભાઇ-મુ. વિજડી અને રાદડીયા અતુલભાઇ શામજીભાઇ-મુ. બોરાળા વિજેતા જાહેર થયા છે. જયારે વેપારી મતદાર વિભાગમાં માલાણીઅશ્વિનભાઇ ખીમજીભાઇ, મશરૂ હરેશભાઇ ધીરજલાલ, કસવાળા ઘનશ્યામભાઇ રામભાઇ, આકોલીયા ભીખાભાઇ પરશોતમભાઇ જાહેર થયા છે.

ખરીદ/વેચાણ મતવિભાગમાં બલદાણીયા દેવાતભાઇ વાઘાભાઇ-મુ. દોલતી, વોરા ધીરૂભાઇ લાલજીભાઇ-મુ. જાંબુડા બિનહરીફ વિજેતા થયા છે.

(1:46 pm IST)
  • ગિરીમથક સાપુતારા ખાતે ગઈકાલે ધોધમાર વરસાદ : સાપુતારા ખાતે વરસાદ પડતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ : વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી access_time 12:26 pm IST

  • દીવ - દમણના કોંગી પ્રમુખ કેતન પટેલની મુંબઈમાં ધરપકડ : દમણ - દીવ કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલની મુંબઈથી ધરપકડ : પોલીસ કેતન પટેલને આજે કોર્ટમાં રજૂ કરશે : તેના પર એક કંપનીના મેનેજર પાસે ખંડણી માંગવાનો આરોપ છે access_time 1:37 pm IST

  • રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ ૨૨મીએ અમદાવાદની મુલાકાતે access_time 3:18 pm IST