Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

વેરાવળ સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા ધનશ્યામ પ્લોટ કામનાથ મંદિરેથી રામાપીરની ભવ્ય શોભાયાત્રામાં હજારો સાગરપુત્રો જોડાયા

વેરાવળ, તા.૨૦: વેરાવળ ધનશ્યામ પ્લોટમાં આવેલ કામનાથ મંદિરેથી સાગરપુત્ર ફાઉન્ડેશ નાપટેલ લખમભાઈ ભેસલાના અઘ્યક્ષ સ્થાને શોભાયાત્રાનિકળેલ જેમાં ડીજે,આકર્ષક ફલોટસ,રથ સાથે શોભાયાત્રા નિકળેલતેમાં સાગરપુત્ર પરીવારોના હજારો ભાઈઓબહેનો જોડાયેલા હતા          રણુજાના રાજા રામાપીરની જન્મ જયંતી નિમીતે બપોરે ૧ વાગ્યે ડીજે તેમજ વિવિધ છકડોરીક્ષા,લારી ઓમાં ફલોટસ,આકર્ષક રથ રામાપીરની પ્રતિમા અને ધોડાસાથે નિકળેલ તેમાં રામાપીર, ખોડીયાર માતાજી, નવદર્ગા માતાજી,ગણેશબાપા,ભારત માતા,કૃષ્ણ ભગવાન સહીત ફલોટસ હતા આ શોભાયાત્રા ધનશ્યામ પ્લોટ,કૃષ્ણ નગર,ગાંધી ચોક, સુભાષ રોડ,સટા બજાર,ટાવર ચોક,રાજેન્દ્રભુવનરોડ ઉપર પહોચેલ ત્યારે ચોટાઈ પરીવારદ્રાર ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું દરીયાકિનારે આવેલ જાલેશ્વર પાસે રામાપીરના મંદિરે સાંજે ૭.૩૦ કલાકે પહોચી સમસ્ત ખારવા સમાજના પટેલ લખમભાઈ ભેસલાના હસ્તે ઘ્વજા રોહણ કરાયેલ હતંુ ત્યારે  આગેવાનો જગદીશભાઈ ફોફંડી,તુલશી ભાઈ ગોહેલ સહીત મોટી સંખ્યામાં આગેવાનો જોડાયેલ હતા.

 શોભાયાત્રા સાથે ખારવા સમાજના સભ્યો,આગેવાનો,કાર્યક્રરો મોટી સંખ્યામાં જોડાયેલ હતા હજારો ભાઈઓ બહેનોએ નાચતા કુદતા અબીલ ગુલાલની છોળો ઉછાળતા ડાંડીયા રાસની રમઝટ બોલાવતા નિકળેલ હતા રામાપીરના પાઠ સાથે અનેક ધાર્મિક જનોકરતા હતા શોભાયાત્રા જયાંથી પસાર થઈ તી ત્યાં રામાપીરના નાદ સાથે આખો વિસ્તાર ગુંજી ઉઠેલ હતો શોભાયાત્રા ના રૂટમાં  રોડઉપર દરેક જગ્યાએ કમાન ઉભી કરી સ્વાગત કરાયેલ હતું તેમજ અનેક રાજકીય પક્ષોના આગેવાનો સામાજીક સંસ્થાઓ તથા   મુસ્લીમ ભાઈઓ તરફથી પણ હારતોરા કરાયેલા હતા.

શોભાયાત્રાના રૂટમાં ઠેરઠેર ઠંડુ પાણી શરબત નાસ્તાની વ્યવસ્થાઓ કરાયેલ હતી જાલેશ્વર રામાપીરના મંદિરે શોભાયાત્રાપહોચેલ ત્યારે હજારો ઉપસ્થીત ભાવિક જનોએ રામાપીરના જયનાદ સાથે ઘ્વજા આરોહણ કરેલ હતુ.

સંાજે ૭.૩૦વાગ્યે શાંતિપુર્વક શોભાયાત્રા જાલેશ્વર રામાપીરના મંદિરે પહોચેલ હતી. ત્યાં મહાપ્રસાદીનું આયોજન કરાયેલ હતું તેમાં હજારોલોકોએ લાભ લીધો હતો.

એસ.પી, ડીવાયએસપી, પી.આઈ,પી. એસઆઈ, એસ ઓજી, એલ સી બી,ડીસ્ટાફ, હોમગાર્ડ, ગ્રામ્યરક્ષક દળ, એસઆરપી દ્વારા સંુદર બંદોબ્સતનું આયોજન થયેલ હતું.

(1:44 pm IST)