Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

જુનાગઢ-મજેવડીમાંથી ૨ યુવતિઓ લાપતા

જુનાગઢ, તા.૨૦: જુનાગઢ તાલુકાનાં મજેવડી ગામે રહેતા હરીભાઇ ભુરાભાઇ પોંકીયાની ૧પ વર્ષની પુત્રી રવીના તા.૧૪ સપ્ટેમ્બરથી ઘરેથી કોઇને કહ્યા વિના કયાંક જતા રહ્યા છે. રવિના ગુમ થયા તે દિવસે તેણીએ ડ્રેસ પહેરેલ હતો, ચહેરો ગોળ, ૧પપ સે.મી ઉંચાઇ, પાતળા બાંધાનાં ઘઉંવર્ણ વાળ, આંખે કાળો રંગ ધરાવતા રવિનાબેન ગુમ થયા તે અંગે હરીભાઇ ભુરાભાઇ પોંકીયાએ તાલુકા પોલીસ મથકે જાણ કરેલ છે. આ કામની તપાસ સર્કલ પોલીસ ઇન્સપેકટર આર.બી.સોલંકી ચલાવી રહ્યા છે. જો કોઇને હરીભાઇ પોંકીયાની દીકરી રવીનાબેનની ભાળ મળે તો નજીકનાં પોલીસ મથકે જાણ કરવા એમ.ઓ.બી. શાખાનાં પોલીસ સબ ઇન્સ્પેકટરની યાદીમાં જણાવાયુ છે.

જુનાગઢ શહેરનાં રાજીવનગર ખાતે રહેતા રાજાભાઇ સકરાભાઇ મહિડાની ૨૧ વર્ષની ઉંમરની દિકરી લક્ષ્મીબેન તા.૧૪મી સપ્ટેમ્બરે શાળાએ પેપર આપ્યા બાદ ગુમ થયા છે. લક્ષ્મીબેન વાને ઘઉંવર્ણા, વાળ અને આંખનો રંગ કાળો, ગુમ થયા ત્યારે સ્કુલ ડ્રેસ પહેરેલ હતો, ગુજરાત-અંગ્રેજી અને હિન્દી ભાષા જાણે છે. રાજાભાઇ મહિડાએ જૂનાગઢ સી.ડીવીઝનમાં ગુમ થયા અંગે ફરિયાદ નોંધાવેલ છે. આ કામની તપાસ એન.એમ.કટારા એ.એસ.આઇ. ચલાવી રહ્યા છે. જો કોઇને લક્ષ્મીબેનની ભાળ મળે તો નજીકનાં પોલીસ મથકે જાણ કરવા એમ.ઓ.બી. શાખાનાં પોલીસ સબ ઇન્સ્પેકટર બી.એમ.વાઘમશીની યાદીમાં જણાવાયુ છે.

(1:43 pm IST)
  • દીવ - દમણના કોંગી પ્રમુખ કેતન પટેલની મુંબઈમાં ધરપકડ : દમણ - દીવ કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલની મુંબઈથી ધરપકડ : પોલીસ કેતન પટેલને આજે કોર્ટમાં રજૂ કરશે : તેના પર એક કંપનીના મેનેજર પાસે ખંડણી માંગવાનો આરોપ છે access_time 1:37 pm IST

  • નાની બચત યોજનાના વ્યાજ દર વધ્યા : પીપીએફ- એનએસસી ઉપર ૮ ટકા જયારે કેવીપી ઉપર ૭.૭ ટકા વ્યાજ મળશેઃ સુકન્યા સમુધ્ધિ યોજનામાં ૮.૫ ટકા વ્યાજ મળશેઃ પીપીએફ તથા એનએસસી પર વ્યાજનો દર ૭.૬ ટકાથી વધારી ૮ ટકા કરાયોઃ ૧ ઓકટોબર થી ૩૧ ડિસેમ્બર સુધીમાં રોકાણ કરનારને મળશે લાભ access_time 1:37 pm IST

  • શેરબજારમાં ચાલુ સપ્તાહે માઠીઅસર :ત્રણ દિવસમાં રોકાણકારોની અબજોની સંપત્તિ ઘટી :બુધવારે સેન્સેક્સ 169.45 પોઈન્ટ,જ્યારે નિફ્ટી 44.55 પોઈન્ટના ઘટાડા સાથે અનુક્રમે 37,121.22 અને 11,234.35 પર બંધ :આંકડા મુજબ સપ્તાહના ત્રણ દિવસોમાં રોકાણકારોની સંપત્તિમાં 3.62 લાખ કરોડનો ખાડો પડ્યો : સેન્સેક્સ લગભગ બે મહિનાના નિચલા સ્તરે : બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની સંપત્તિ શુક્રવારથી 3 લાખ 62 હજાર 357.15 કરોડ રૂપિયા ઘટી 1 કરોડ 52 લાખ 73 હજાર 265 કરોડ રૂપિયા રહીં access_time 1:04 am IST