Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં રાત્રે-સવારે ઠંડક બાદ આખો દિ' ઉકળાટ

રાજકોટ, તા. ર૦ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર હવામાનનો માહોલ યથાવત છે અને મોડી રાત્રીના તથા વહેલી સવારે ઠંડકનો અહેસાસ થાય છે. જયારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે.

ત્યારબાદ આખો દિવસ અસહ્ય ઉકળાટ સાથે ગરમીની અસર વધવા લાગે છે અને મહત્તમ તાપમાનનો પારો પણ ઉંચે ચડી જાય છે.

ગઇકાલે ઉનાના ગીરગઢડામાં ર ઇંચ વરસાદ વસ્યો હતો જયારે ગઢડા અને બોટાદમાં વરસાદી ઝાપટા પડયા હતા.

ઉના

ઉના : ગીરગઢડા શહેર તથા આજુબાજુના વિસ્તારોમાં કાલે સાંજે ૪ વાગ્યાથી આકાશ વાદળોથી ઘેરાઇ ગયું હતું અને અંધારૃ છવાઇ ગયું હતું ત્યાર બાદ સાંજે પ-૩૦ કલાક સુધી ધોધમાર સુપડાધારે વરસાદ વરસી પડેલ અને રોડ ઉપર પાણી વહેવા લાગેલ હતાં. સાંજે પ-૩૦ સુધીમાં ૪૬ મીમી એટલે બે ઇંચ વરસાદ વરસી જતા ઠંડક પ્રસરી ગઇ અને ચોમાસુ પાક મગફળી, કપાસ, બાજરીને જીવતદાન મળી ગયું છે. આ વરસાદ ગીરગઢડા શહેર અને આજુબાજુના ર કી.મી. વિસ્તારમાં વરસેલ છે બાકી તમામ વિસ્તારમાં કોરૃ ધાકડ રહ્યું હતું.(૮.૪)

(12:57 pm IST)