Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

મોરબી એસ.ઓ.જી.એ વાંકાનેરમાંથી દેશી તમંચો - કાર્ટીસ સાથે એકને ઝડપી લીધો

તસ્વીરમાં પકડાયેલ દેશી તમંચો અને કાર્ટીસ નજરે પડે છે. (તસ્વીર: પ્રવિણ વ્યાસ, મોરબી)

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૦ ઃ વાંકાનેર શહેરી વિસ્તારમાંથી મોરબી એસ.ઓ.જી.ની ટીમે એક શખ્સ ને દેશી તમચા અને ત્રણ કાર્તિસ સાથે ઝડપી લીધો હતો. બનાવની મળતી વિગતો મુજબ જિલ્લા પોલીસવડા ડો.કરણરાજ વાઘેલા સૂચનાથીઙ્ગ જિલ્લામાં ચાલી રહેલા ગણેશ ઉત્સવ અને તાજીય જેવા મોહત્સવ ચાલી રહ્યા ત્યારે સુરક્ષા ને ધયનમાં લઈ ને એસ.ઓ.જી ટિમ વાકાનેર શહેરી વિસ્તારમાં પેટ્રોલિગમાં હતી ત્યારે ખાનગી રહે હકીકત મળી હતી કે ભાટિયા સોસાયટીમાં આવેલ પ્રાથમિક શાળાના દરવાજા પાસેથી પ્રદ્યુમ્નસિંહ ઉર્ફે ભોલો કૃષ્ણસિંહ રઘુવશી ને એક દેશી તમચો અને ૩ કાર્તિસ સાથે રૃપિયા ૫૩૦૦ ના મુદમાલ સાથે ઝડપી ને વાકનેર પોલીસ સ્ટેશન ગુનો નોંધાવ્યો હતો.(૨૧.૨૦)

(12:42 pm IST)