Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

વાંકાનેરમાં આશુરા પર્વઃ સબીલોની ભવ્યતા

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૨૦:  વાંકાનેરમાં આશુરા પર્વની ઉજવણીનો ધમધમાટ ઠેર-ઠેર જોવા મળી રહયો છે. ઠેર-ઠેર આકર્ષક સબીલો ભવ્યતા સભર શણગારેલી જોવા મળે છે. સબીલોમાં મોહરમના પ્રારંભથી જ ન્યાઝ તકસીમ કરવામાં આવી રહી છે. આ વેળા આશુરા પર્વ શુક્રવારે હોઇ તાઝીયાઓના ઝુલુસો જુમ્મા બાદ થોડા મોડા પ્રસ્થાન થશે.

ગ્રીન ચોક ખાતે ફૈઝે હક સબીલ કમિટી દ્વારા તૈયાર થયેલ સબીલનું આકર્ષક ભવ્યતા સભરનું લાઇટીંગ ડેકોરેશન સાથેનું કલાત્મક સ્વરૃપ તસવીરમાં જોઇ શકાય છે.

શહેરભરના તાઝીયાઓ આવતીકાલે રાત્રે અહીં એકત્ર થશે.

વાંકાનેર નગરપાલિકા દ્વારા મોહરમ અંતર્ગત પાણીની વ્યવસ્થા તેમજ સફાઇની કામગીરી તથા રસ્તાઓના લેવલીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેની લોકો દ્વારા પ્રસંશા થઇ રહી છે. રાજકોટ રોડ ખાતે આવેલા ગેબી સોસાયટીના લોકો દ્વારા ઠેર-ઠેર સબીલો દ્વારા ન્યાઝ બાંટવામાં આવી રહી છે. અને ગેબી સોસાયટીના તાઝીયા લક્ષ્મીપરા થઇ ઝુલુસમાં શામેલ થવા માટે પતાળીયાનો રસ્તો બિસ્માર હાલતમાં હતો તેની કામગીરી કરાવવામાં મહંમદભાઇ રાઠોડે છેલ્લા પંદર દિવસથી વહીવટી અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહી આ કામગીરી મોરબી જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ પુરી થતા આ વિસ્તારના લોકો રાહત અનુભવી રહયા છે.(૧.૧૩)

(12:09 pm IST)