Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

મોરબીમાં સિરામીક ફેકટરીમાં લેબર કોન્‍ટ્રાકટર દેશરાજને કેન્‍ટીંગમાં ઇકબાલ શાકેટે છરી ઝીંકી

કોન્‍ટ્રાકટરના બે મજૂરો સાથે ઇકબાલ ઝઘડો કરતા તેને સમજાવવા જતા હુમલો

મોરબી તા. ૨૦ : મોરબી નજીકની સિરામિક ફેકટરીમાં મજુરો સાથે કેન્‍ટીનના માણસે ઝઘડો કર્યા બાદ લેબર કોન્‍ટ્રાકટર સમજાવવા જતા કેન્‍ટીનમાં કામ કરતા શખ્‍સે છરી વડે હુમલો કરી ફરાર થયો હતો જેને પોલીસે ઝડપી લીધો હતો.

મળતી વિગતો મુજબ મૂળ એમપીના વતની અને હાલ નીચી માંડલ નજીકની કેરાવીટ સિરામિકમાં મજુરોના કોન્‍ટ્રાકટર તરીકે કામ કરતા દેશરાજ પ્રેમનારણ આહીરવાર (ઉ.વ.૩૦) ના બે મજુરો કેન્‍ટીન માવો લેવા ગયા હોય ત્‍યારે કેન્‍ટીનમાં કામ કરતા ઇકબાલભાઈ (મૂળ યુપી)એ તેને ગાળો આપી બોલાચાલી કરી હોય જેથી સમજાવવા જતા લેબર કોન્‍ટ્રાકટર દેશરાજ પ્રેમનારણને આરોપી ઇકબાલ શાકેટ કેન્‍ટીનમાંથી લાકડી લઈને આવી ગાળો આપી માર માર્યો હતો તેમજ મારી નાખવાના ઈરાદે છરીનો પડખામાં ઘા ઝીંકી દીધો હતો અને આરોપી ફરાર થયો હોય જેને ઝડપી લેવા પોલીસે તપાસ આદરી હતી અને સિરામિક ઝોન વિસ્‍તારમાંથી જ આરોપીને ઝડપી લઈને ગુન્‍હામાં વપરાયેલી છરી કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:44 am IST)