Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

ઉનાના સનખડામાં તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન

ઉના, તા. ૨૦: સનખડા પ્રાથમિક શાળામાં ઉના તાલુકા કક્ષાનું 'ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શન ૨૦૧૮'નો બે દિવસનો પ્રારંભ થયો છે. આજે જાહેર જનતા માટે આખો દિવસ પ્રદર્શન ખુલ્લુ રહેશે.

ઉના તાલુકાના સનખડા ગામે સનખડા પે સેન્ટર પ્રાથમિક શાળામાં 'ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ ૨૦૧૮' ઉના તાલુકા કક્ષાનું પ્રદર્શનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં તાલુકાભરની તમામ પ્રાથમિક શાળાના ધો. ૧ થી ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ૭૬થી વધુ કૃતિઓ પ્રદર્શનમાં મુકી છે. પ્રદર્શનનો પ્રારંભ મુખ્ય અતિથિ અને નિવૃત શિક્ષક ધીરૂભાઈ રેણુકાના હસ્તે દિપ પ્રગટાવી કરાયો હતો. આ પ્રસંગે ઉના તાલુકા પ્રાથમિક શિક્ષણ સમિતિના સીપીઓ જયેશભાઈ ગોસ્વામી તથા તાલુકાભરની પ્રાથમિક શાળાના આચાર્યો હાજર રહ્યા હતા. આવતીકાલ તા. ૨૦ આખો દિવસ ખુલ્લુ રહેશે અને તાલુકાભરના લોકો, વિદ્યાર્થીઓ જોવા આવી જાણકારી મેળવશે.(૨-૭)

(11:39 am IST)