Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

હળવદમાં શ્રી રાજોધરજી હાઇસ્કુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનુ તૃતીય સ્નેહ મિલન યોજાયું

હળવદ તા. ર૦ : હળવદ તાલુકાની જુનામાં જુની સરકારી શ્રી રાજોધરજી હાઇસ્કુલ કે જે સ્કુલે ડોકટરો, વકીલો, પ્રોફેસરો, શિક્ષકો, એન્જીનીયરો, ઉદ્યોગપતીઓ ન્યાયાધીશ, વેપારીઓ રાજકીય કાર્યકર્તાઓ વગેરે તે સ્કુલની નિપજ છે તે સ્કુલના બિલ્ડીંગને ૧૦૦ વર્ષ પુર્ણ થવા આવ્યા છે. તે સ્કુલના ભણેલા વિદ્યાર્થીઓનું તૃતીય સ્નેહમીલન સમારંભ તાજેતરમાં યોજાયો તે સ્કુલના યુવા વિદ્યાર્થી માંડી ૮૦ પણ વધારે ઉમરના વિદ્યાર્થીઓ આશરે ર૦૦ પૂર્વ વિદ્યાર્થીઓ એકત્રીત થયેલ.

આ સમારંભના કન્વિનર પ્રો.ડો. રસિકભાઇ દવે આગેવાનીમાં આ કાર્યક્રમના પ્રમુખ સ્થાને ઉદ્યોગપતી સુખદેવભાઇ પટેલ, રણછોડભાઇ પટેલ અતિથિવિશેષ તરીકે ફોટોગ્રાફર ઝવેરીલાલ મહેતા તથા ડો. હર્ષદભાઇ ઝીઝુવાડીયા, હળવદ લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દિપકરામજી મહારાજ ઉપસ્થિત રહેલ સૌ પ્રથમ જુના સ્કુલના સંસ્મરણો વાગોળવા સ્કુલે એકત્રીત થયેલ ત્યાંથી ઢોલ નગારા સાથે ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવેલ અને હળવદથી સ્ટેશન રોડ પર આવેલ ગૌલેશ્વર મહાદેવના હોલમાં સર્વે ઉપસ્થિત રહેલા ત્યા મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટીય બાદ અરૂણભાઇ સોની દ્વારા સંગીતમય ધુન-પ્રાર્થના રજુ થયેલ ત્યારબાદ 'સ્મૃતિ મંજુસા' પુસ્તકનું મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવેલ.

આ પ્રસંગે જયંતીભાઇ સોની, રમેશભાઇ પાઠક, જશવંત મહેતા, હરેશભાઇ શુકલ, ઝવેરીલાલ મહેતા, ડો. હર્ષદભાઇ ઝીંઝુવાડીયા, દિપકરામજી મહારાજ,રણછોડભાઇ પટેલ, ડો. રસિકભાઇ દવે વગેરે પોતાના જુના સંસ્મરણો યાદ કરેલ.

આ કાર્ય માટે સંકલન સમિતિના પ્રો.ડો. રસિકભાઇ દવે, સુધાકર જાની, મનીષભાઇ દક્ષિણી, દિપક ચૌહાણ, પિયુષભાઇ દવે, રમેશભાઇ ધોળકીયા, જે.એન. દવે રસિકભાઇ પરમાર, હર્ષદ પાટડીયા, નિલેશ દલવાડી, હિતેશ રબારી વગેરેનો સહયોગો હતો.

આ સમ્રગ કાર્યક્રમનું સંચાલન સાહિત્યકાર હરિશભાઇ શુકલ એ કરેલ છે.(૬.૫)

(11:39 am IST)
  • શીન્જો આબે ફરી જાપાનના વડાપ્રધાન બનશે : ભારત સાથે ગાઢ દોસ્તી : જાપાનમાં તેમની ઝળહળતી કામગીરી : બીજી વખત સુકાન સંભાળશે : જાપાનની પ્રજાએ ફરી કળશ ઢોળ્યોઃ સામાન્ય ચૂંટણીમાં વિજય access_time 3:06 pm IST

  • પાકિસ્‍તાની સૈનિકોએ બર્બરતાની હદ વળોટી : ભારતીય જવાન ઉપર ભયાનક ક્રૂરતા આચરી : આંખો કાઢી લીધી : વીજ કરંટ આપ્‍યા અને ગોળી ધરબી દીધી : બીએસએફનો જવાન આંતરરાષ્‍ટ્રીય સરહદે ફરજ બજાવતા શહીદ થયો : નરાધમોએ ગળુ કાપી નાખ્‍યુ : હવે યુદ્ધ એ જ કલ્‍યાણ : દેશવાસીઓમાં ફાટી નીકળેલો પ્રચંડ રોષ : પાકિસ્‍તાનને જબરો સબક શીખવવા ચારેકોર ઉઠેલી માંગણી access_time 12:47 pm IST

  • શેરબજારમાં ચાલુ સપ્તાહે માઠીઅસર :ત્રણ દિવસમાં રોકાણકારોની અબજોની સંપત્તિ ઘટી :બુધવારે સેન્સેક્સ 169.45 પોઈન્ટ,જ્યારે નિફ્ટી 44.55 પોઈન્ટના ઘટાડા સાથે અનુક્રમે 37,121.22 અને 11,234.35 પર બંધ :આંકડા મુજબ સપ્તાહના ત્રણ દિવસોમાં રોકાણકારોની સંપત્તિમાં 3.62 લાખ કરોડનો ખાડો પડ્યો : સેન્સેક્સ લગભગ બે મહિનાના નિચલા સ્તરે : બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની સંપત્તિ શુક્રવારથી 3 લાખ 62 હજાર 357.15 કરોડ રૂપિયા ઘટી 1 કરોડ 52 લાખ 73 હજાર 265 કરોડ રૂપિયા રહીં access_time 1:04 am IST