Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

ગોંડલમાં ગણેશજીને ચાંદીનો મુગટ અને કાનના કુંડળ અર્પણ

ગોંડલ : ડેરા શેરી ખાતે વિધ્‍નહર્તા ગણેશ ઉત્‍સવ મિત્ર મંડળ દ્વારા ઉજવવામાં આવી રહેલ દશ દિવસીય ગણેશ ઉત્‍સવમાં દુંદાળા દેવને ચાંદીનો મુગટ અને કાનના કુંડળ પહેરવામાં આવ્‍યા છે. દરરોજ સાંજે પાંચ દંપતીઓ દ્વારા પૂજા અર્ચન કરાયા બાદ ઢોલ નગારાના નાદ સાથે આરતી કરવામાં આવે છે. આરતીમાં શહેરના ટીનુભા ઝાલા સહિતના આગેવાનો જોડાયા હતા.

(10:56 am IST)
  • કરાઈ પાસે સાબરમતી નદીમાં અમદાવાદના 10 યુવકો ડૂબ્યા : ગાંધીનગર નજીક કરાઈ પાસે સાબરમતી નદીમાં ગણેશ વિસર્જન વેળાએ અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારના 10 યુવકો ડૂબ્યા : ફાયર બ્રિગેડ દ્વારા 7 યુવકોને બચાવી લેવાયા: બાકીના 3 યુવકોની શોધખોળ શરૂ કરાતા 1 યુવકની લાશ મળી: હજુ પણ 2 યુવકોની શોધખોળ ચાલુ access_time 1:02 am IST

  • નાની બચત યોજનાના વ્યાજ દર વધ્યા : પીપીએફ- એનએસસી ઉપર ૮ ટકા જયારે કેવીપી ઉપર ૭.૭ ટકા વ્યાજ મળશેઃ સુકન્યા સમુધ્ધિ યોજનામાં ૮.૫ ટકા વ્યાજ મળશેઃ પીપીએફ તથા એનએસસી પર વ્યાજનો દર ૭.૬ ટકાથી વધારી ૮ ટકા કરાયોઃ ૧ ઓકટોબર થી ૩૧ ડિસેમ્બર સુધીમાં રોકાણ કરનારને મળશે લાભ access_time 1:37 pm IST

  • સાબરમતીમાં ઢગલા મોઢે પ્રદુષિત પાણી ઠલવાય છે :નદીના બ્યુટીફીકેશનના કરોડો રૂપિયાના ખર્ચા ઉપર મોટો ફટકો : ચંદ્ર ભાગા પાસે સાબરમતીમાં ગટરનું પાણી છોડાઈ રહ્યાના અહેવાલો access_time 3:05 pm IST