Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

વાંકાનેરના નવા માર્કેટયાર્ડની ૬ ઓફિસોના તાળા તૂટયા

વાંકાનેર, તા. ૨૦ :. વાંકાનેર નેશનલ હાઈવે ખાતે આવેલ નવા માર્કેટીંગ યાર્ડમાં વહેલી સવારે તસ્‍કરો સિકયુરીટી ગાર્ડને ઉંઘતા રાખી માર્કેટીંગ યાર્ડની ઓફિસને નિશાન બનાવી હાથફેરો કરી નાસી છૂટયા હતા. જો કે પોલીસ તપાસમાં યાર્ડના સીસીટીવી કેમેરા બંધ હોવાનું પણ જાણવા મળ્‍યુ છે.

જાણવા મળતી વિગતો મુજબ આજે વહેલી સવારે વાંકાનેરના માર્કેટીંગ યાર્ડમાં મહમદી લોકશાળા તરફથી સાઈડમાં આવેલી એજન્‍ટોની છ ઓફિસમાં તસ્‍કરો ત્રાટકયા હતા અને પાછળની તરફથી આવી બારીના લોખંડના એંગલ કાઢી અને ઓફિસમાં પ્રવેશ કરી રોકડ રકમનો મોટો હાથફેરો કરી ગયેલ હતા.

વધુમાં આજે સવારે એજન્‍ટોએ પોતાની ઓફિસ ખોલતા ચોરી થયાનું માલૂમ પડયુ હતુ જેથી તેઓએ વાંકાનેર શહેર પોલીસને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતા જ વાંકાનેર શહેર પી.આઈ. બી.ટી. વાઢીયા સ્‍ટાફ સાથે યાર્ડ ખાતે પહોંચીને તપાસ કરી હતી અને તસ્‍કરો લોકશાળા તરફ દીવાલ ટપીને નિકળ્‍યા હોવાના સગડ પણ જોવા મળ્‍યા હતા. જો કે આ અંગે હજુ સુધી કોઈ ફરીયાદ થઈ નથી.

(10:54 am IST)
  • દીવ - દમણના કોંગી પ્રમુખ કેતન પટેલની મુંબઈમાં ધરપકડ : દમણ - દીવ કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલની મુંબઈથી ધરપકડ : પોલીસ કેતન પટેલને આજે કોર્ટમાં રજૂ કરશે : તેના પર એક કંપનીના મેનેજર પાસે ખંડણી માંગવાનો આરોપ છે access_time 1:37 pm IST

  • રાજકોટ સિવિલ હોસ્પિટલના ૧૪૬ ડોકટરોની અચાનક બદલી થતાં ભારે કચવાટ : ભયાનક રોગચાળો મોઢું ફાડીને ઉભો છે ત્યારે ફેંકાફેંકી થતા ભારે ઉહાપોહ access_time 1:37 pm IST

  • ગિરીમથક સાપુતારા ખાતે ગઈકાલે ધોધમાર વરસાદ : સાપુતારા ખાતે વરસાદ પડતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ : વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી access_time 12:26 pm IST