Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

ઉનાની મૃગનયની મહેતા રાજ્‍ય ગીટાર વાદન સ્‍પર્ધામાં પ્રથમ

ઉના, તા. ૨૦ :. ચાણકય સાન્‍સ હાઈસ્‍કૂલમાં ધો. ૧૦માં અભ્‍યાસ કરતી અને શાસ્‍ત્રીય સંગીત સંસ્‍થાનમાં સંગીતની તાલીમ લેતી કુમારી મૃગનયની કમલેશભાઈ મહેતાએ તાજેતરમાં ભરૂચ જીલ્લાના અંકલેશ્વર ગામે પી.પી. સવાણી સ્‍કૂલમાં રાજ્‍ય કક્ષાનો કલા મહાકુંભ મહોત્‍સવ યોજાયો હતો. જેમાં ગીટાર વાદન સ્‍પર્ધામાં ભાગ લીધો  હતો.  જેમાં   સમગ્ર   રાજ્‍યભરમાં ૧૭-૧૮ના  વર્ષ માટે  પ્રથમ સ્‍થાને વિજેતા કરેલ છે.

ગત ૧૬-૧૭માં પણ કુમારી મૃગનયની મહેતા વિજેતા બનતા સમગ્ર ગીર સોમનાથ જીલ્લા અને સોરઠનું ગૌરવ વધાર્યુ છે. હાલ તે સંગીત કલાગુરૂ કમલેશભાઈની પાસેથી તાલીમ લઈ રહ્યા છે.

(1:58 pm IST)
  • નાની બચત યોજનાના વ્યાજ દર વધ્યા : પીપીએફ- એનએસસી ઉપર ૮ ટકા જયારે કેવીપી ઉપર ૭.૭ ટકા વ્યાજ મળશેઃ સુકન્યા સમુધ્ધિ યોજનામાં ૮.૫ ટકા વ્યાજ મળશેઃ પીપીએફ તથા એનએસસી પર વ્યાજનો દર ૭.૬ ટકાથી વધારી ૮ ટકા કરાયોઃ ૧ ઓકટોબર થી ૩૧ ડિસેમ્બર સુધીમાં રોકાણ કરનારને મળશે લાભ access_time 1:37 pm IST

  • ડાંગ જીલ્લામાં સાપુતારા અને વધઈમાં ૧ ઈંચ વરસાદ access_time 11:43 am IST

  • પાકિસ્‍તાની સૈનિકોએ બર્બરતાની હદ વળોટી : ભારતીય જવાન ઉપર ભયાનક ક્રૂરતા આચરી : આંખો કાઢી લીધી : વીજ કરંટ આપ્‍યા અને ગોળી ધરબી દીધી : બીએસએફનો જવાન આંતરરાષ્‍ટ્રીય સરહદે ફરજ બજાવતા શહીદ થયો : નરાધમોએ ગળુ કાપી નાખ્‍યુ : હવે યુદ્ધ એ જ કલ્‍યાણ : દેશવાસીઓમાં ફાટી નીકળેલો પ્રચંડ રોષ : પાકિસ્‍તાનને જબરો સબક શીખવવા ચારેકોર ઉઠેલી માંગણી access_time 12:47 pm IST