Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

પાટીદાર આંદોલનનાં ઉપલેટામાં પડઘાઃ મોટી પાનેલીના ભાજપના ૧૦૦ આગેવાનોના રાજીનામા

ઉપલેટા તા ૧૯: તાજેતરમાં હાર્દિક પટેલ દ્વારા પાટીદારોને અનામત અને ખેડુતોના દેવા માફીની માંગણી સાથે કરેલ આંદોલન બાદ તેમના પડઘા આજે ઉપલેટા તાલુકામાં પડયા હતા. ઉપલેટા તાલુકાના મેટી પાનેલી ગામના ૧૦૦ પાટીદાર આગેવાનો કે જે ભા.જ.પ. ના નોંધાયેલા સભ્યો છે તેવા પાનેલીના સરપંચ મનસુખભાઇ બચુભાઇ ભાલોડીયા, જતીન ભાલોડીયા, દિનેશ વેકરીયા, અનીલભાઇ ચાડસાણીયા, હિરેન કરડાણી, ચંદ્રેશભાઇ જાલાવડીયા, ચિરાગ ગોઘાણી, મજસુખભાઇ ભાલોડીયા, રતીલાલ સહિત ૧૦૦ ભા.જ.પ. ના આગેવાનોએ ભા.જ.પ. માં રહી શકીએ નહિં એવી લાગણી વ્યકત કરતો પત્ર જીલ્લા ભા.જ.પ. ના પ્રમુખ ડી.કે સખીયા તથા તાલુકા ભા.જ.પ. પ્રમુખને ૧૦૦ આગેવાનો એ પોતાના નામ સહી સાથેના પત્રો આપી ભા.જ.પ. માંથી રાજીનામું આપતા હોવાનું જણાવેલ હતું

આમ પાનેલી મોટી ઉપલેટા તાલુકાનું મોટું પ્રગતીશીલ ગામમાંથી એકી સાથે ૧૦૦ પાટીદાર સરપંચ સહિતના આગેવાનોએ રાજીનામા આપતા આ  રાજીનામા તાલુકામાં ચર્ચાનો વિષય બનેલ છે.

(2:51 pm IST)
  • ડાંગ જીલ્લામાં સાપુતારા અને વધઈમાં ૧ ઈંચ વરસાદ access_time 11:43 am IST

  • ખંભાળિયાના સલાયા ફાટક નજીક અજાણ્યા વૃદ્ધ પુરુષની લાશ મળી :પોલીસ ઘટના સ્થળે પહોંચી: લાશને પીએમ અર્થે સિવિલ ખાતે લઇ જવાઈ:અજાણ્યા વૃદ્ધ પુરુષનું ભૂખના કારણે મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ access_time 10:53 pm IST

  • નવસારી પંથકમાં ભાજપમાં કડાકો : ૧૫ ભાજપી સભ્યોએ રાજીનામા ફગાવ્યા : વિજલપુર પાલિકામાં નારાજ ભાજપ સભ્યોનો મામલો : અસંતુષ્ટ ૧૫ ભાજપ સભ્યોએ પક્ષમાંથી રાજીનામુ આપ્યુઃ ૧૩ સભ્યોએ જિલ્લા કલેકટરને કરી અવિશ્વાસની દરખાસ્ત : દરખાસ્તને લઈને સભ્યોને અપાઈ હતી કારણદર્શક નોટીસ : નારાજગી બાદ રાજીનામા આપ્યા access_time 3:54 pm IST