Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

વિકાસ કામો માટે ભાવનગર મનપાને રૂપિયા ૫૧.૮૭ કરોડ ગ્રાન્ટ ફાળવાઈ:મુખ્યમંત્રીના હસ્તે ચેક વિતરણ

ભાવનગર : ગુજરાતની મહાપાલિકાઓ, નગરપાલિકાઓ અને શહેરી વિકાસ સત્તામંડળો ને સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે. ૨૦૦૦ કરોડની રકમના ચેક વિતરણ કરવામાં આવ્યું. જેમાં ભાવનગર મહાનગરપાલિકાને ૫૧.૮૭ કરોડ ની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે.જેનો ચેક મુખ્યમંત્રીના હસ્તે મેયર મનહરભાઈ મોરી, કમિશનર એમ ગાંધી,ડે. મેયરઅશોકભાઈ બારૈયા, સ્ટેન્ડિંગ ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, શાસક પક્ષના નેતા પરેશભાઈ પંડ્યાએ સ્વીકાર્યો હતો. સમયે રાજયમંત્રી વિભાવરીબેન હાજર રહ્યા હતા.

(12:11 am IST)
  • સંઘને કારણે ભારતને સ્વતંત્રતા મોડી મળી : ભાજપના નેતા શિવરાજસિંહ ચૌહાણના આરોપના જવાબમાં ગોવા કોંગ્રેસે કહ્યું કે ભારતની આઝાદીમાં મોડું થવાનું મુખ્ય કારણ આરએસએસ છે ; શિવરાજસિંહે કહ્યું હતું કે પુર્તગાલી શાસનથી ગોવાની મુક્તિમાં વિલબનુ કારણ દિવંગત પૂર્વ પીએમ જવાહરલાલ નહેરુ હતા :ગોવાના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ગિરીશ એ કહ્યું કે સંઘે સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હૉટ તો આપણને સ્વતંત્રતા વહેલી મળત access_time 1:14 am IST

  • બીસીસીઆઇએ શ્રીસંત પરનો પ્રતિબંધ ઘટાડી ૭ વર્ષનો કર્યોઃ ૧૯ સપ્ટેમ્બર ર૦ર૦ના રોજ સમાપ્ત થશે બેનઃ અગાઉ આજીવન પ્રતિબંધ હતો access_time 3:55 pm IST

  • સુપ્રિમ કોર્ટે રામજન્મભૂમિ - બાબરી મસ્જિદ જમીન વિવાદના ૮મા દિવસની સુનાવણી દરમિયાન રામલલ્લાના વકીલે પૂરાતત્વ વિભાગના રિપોર્ટનો ઉલ્લેખ કરીને કહ્યું કે, અયોધ્યામાં મસ્જીદનું નિર્માણ કરવા માટે હિન્દુ મંદિર તોડી પડાયુ હતું : વરિષ્ઠ અધિવકતા સી.એસ.વૈદ્યનાથને કોર્ટમાં કહ્યું કે, પુરાતત્વ વિભાગના રિપોર્ટમાં મગર અને કાચબાની આકૃતિઓનો ઉલ્લેખ છે, જેનો મુસ્લિમ સંસ્કૃતિ સાથે કોઈ લેવા-દેવા નથી access_time 1:06 pm IST