Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

સોનગઢ પોલીસે ઝરીયા રોડ પરથી બે વાહનોનોફિલ્મી ઢબે પીછો કરી 13,53 લાખનો દારૂ ઝડપ્યો

કાર અને આયશર્માથી 237 પેટી ઈંગ્લીશ દારૂ સાથે બે શખ્શોને દબોચી લીધા

સોનગઢ પોલીસને મળેલી પુર્વ બાતમીના આધારે ઝરીયા રોડ પર પેટ્રોલીંગ દરમ્યાન નિકળેલી કાર અને આયશરનો ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી લઇને તલાસી લેતા ર૩૭ પેટી ઈંગ્લીશ દારૂ મળી આવતા બન્ને વાહનો અને દારૂ સાથે રપ લાખનો મુદ્દામાલ સાથે બે શખ્સોને પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 આ અંગેની વિગત નમુજ્બ સોનગઢ પોલીસ મથકના પી.એસ.આઈ એસ.એમ.રાણા તથા જે.વી.ઝાલા ની પૂર્વ બાતમીના આધારે સોનગઢ પોલીસ ઝરીયા તથા ખેડા રોડ વચ્ચે પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન બાતમી વાળા વાહનો આઇસર ટ્રક તથા કાર નીકળતા બંનેને અટકાવતા ઘડીભર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા તે દરમિયાન પ્રથમ નંબર જીજે ૨૪વી ૧૧૦૭ તથા એક કારને અટકાવતા આઇસર તથા સ્વીફ્ટ ગાડી એમ બંને વાહનોમાંથી ૨૮૪૪ નંગ અલગ-અલગ કંપનીની દારૂની બોટલો મળી આવતા આઇસર ચાલક પોપસિંગ રામસિંગ દેવડા (રે સુરત ઇન્દિરા કોલોની ગોગા કેબલની ઓફિસમાં )(તથા સ્વીફ્ટ કાર ના ચાલક સંજય જોરા દેસાઈ જાતે રબારી ઉમર ૩૨) (રે સુરત ચોક બજાર ગોગા કેબલની ઓફિસમાં) બંનેને દારૂ ના જથ્થા સાથે ઝડપી પાડેલ ત્યારે અન્ય બે નાસી જવામાં સફળ થયા હતા સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે બંને વાહનો લાવી તપાસ કરતાં ૨૩૭ પેટી દારૂ કિંમત રૂપિયા ૧૩૫૩૬૦૦ તથા સ્વીફ્ટ કાર કિંમત રૂપિયા ૩૫૦૦૦૦ આઇસર ટ્રક કિંમત રૂપિયા ૭૫૦૦૦૦ ના કુલ મુદ્દામાલ ૨૫૦૦૬૦૦ સાથે ઝડપી પાડયા હતા જે અંગેની ફરિયાદ સોનગઢ પોલીસ મથકના જે.વી ઝાલા દ્વારા નોંધાવવામાં આવેલ વધુ તપાસ સોનગઢ પીએસઆઇ એસ એમ રાણા ચલાવી રહ્યા છે આ દારૂ ક્યાંથી આવ્યો અને ત્યાં લઈ જવામાં આવતો હતો તેની પૂછપરછ કરી હતી .

(12:09 am IST)