Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

માળિયાના આંજિયાસરમાં તળાવની પાળે બાવળની ઝાડીમાં છુપાવેલ દેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

 

માળિયાના અંજીયાસર ગામે આવેલ તળાવની પાળે બાવળની ઝાડીમાં છુપાવીને રાખેલ દેશી દારૂના જથ્થા  સાથે આરોપીને મોરબી એલ.સી.બી. ટીમે ઝડપી પાડ્યો છે ત્યારે અન્ય હાજર મળી આવતા શોધખોળ હાથ ધરી છે

મોરબી એલ.સી.બી. ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળીયાના અંજીયાસર ગામે આવેલ તળાવની પાળે બાવળની ઝાડીમાં દેશી દારૂ છુપાવ્યો હોવાની બાતમીના આધારે દરોડો પાડતા ત્યાંથી દેશી દારૂ ૩૦૦ લી. કીમત રૂ.૬૦૦૦, મોબાઈલ નંગ- કીમત રૂ.૮૦૦૦ સાથે આરોપી અલ્તાફ હૈદરભાઈ જેડા હાજર મળી આવતા તેને ઝડપી પાડી હતો તો નિઝામ હૈદરભાઈ જેડા અને દિનેશ ચતુરભાઈ કોળી બંને હાજર મળી આવતા તેને ઝડપી પાડવા વધુ તપાસ ચલાવી છે

(11:16 pm IST)