Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

જસદણ-આટકોટ રોડ ઉપર ટ્રક હડફેટે કારઃ ભાવનગરના યુવકનું મોત

આટકોટ તા. ર૦ :.. જસદણ-આટકોટ રોડ ઉપર ટ્રકે કારને હડફેટે લેતા ભાવનગરના યુવકનું મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહીતી મુજબ જસદણ - આટકોટ રોડ ઉપરથી લીલા-નાળીયેર ભરીને જઇ રહેલા ટ્રક (નં. જી. જે. ૩ વાય. ૬૮૭૯) એ કાર (નં. જી. જે. ૦૪ બીઇ ર૩૯૮) ને હડફેટે લઇને ટ્રક ચાલક નાસી છૂટયો હતો.

આ અકસ્માતમાં ભાવનગરના રૂષિપ્રસાદ પ્રવિણચંદ્ર મહેતા (ઉ.ર૩) નું મોત થયુ હતું. જયારે રાજકોટના મુળશંકરભાઇ ભવાનીશંકરભાઇ મહેતાને ઇજા થઇ હતી.

આ અંગે જસદણનાં ઘનશ્યામભાઇ બટુકભાઇ મંડીરે ટ્રક ચાલક વિરૂધ્ધ ફરીયાદ કરતા આટકોટના ઇન્ચાર્જ પીએસઆઇ આર. એ. ભોજાણીએ વધુ તપાસ હાથ ધરી છે.

(1:15 pm IST)