Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

બાબરાના વાંડળીયાની સીમમાં દારૂ ઝડપાયોઃ ર શખ્સો ફરાર

અમરેલી તા.૨૦: અમરેલી તા.૨૦: અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયની સુચનાથી એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા ટીમ  એસ.ઓ.જી. બાબરા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે વાંડળીયા ગામની સીમમાં હરસુખપુર દેવળીયા જવાના રસ્તે અજયભાઇ રામભાઇ ગાંગળીયાએ ભાગીયુ રાખેલ વાડીએ ઇંગ્લીશ દારૂ છુપાવેલ છે તેવી ચોક્કસ બાતમી મળતા વાંડળીયા ગામની સીમમાંથી બાતમીમાં જણાવેલ વર્ણન વાળી જગ્યાએથી ઇંગ્લીશ દારૂ બોટલ નંગ-૨૨ તથા મો.સા.મુકી આરોપી નાસી છુટયો છે.

ફરાર આરોપી (૧)અજયભાઇ રામભાઇ ગાંગળીયા (૨)મંગળુભાઇ કરશનભાઇ ડેર રહે બન્ને વાંડળીયા તા.બાબરા.

પકડાયેલ મુદ્દામાલઃ હકિકત વાળી જગ્યાએ રેઇડ કરતા ભારતીય બાનાવટનો ઇંગ્લીશ દારૂની રીગ પેક બોટલ નંગ-૨૨, કિરૂ.૬૬૦૦ તથા મોટરસાયકલ-૦૧ કિ.રૂ.૨૦૦૦૦ મળી કુલ મુદામાલ સહિત કિ.રૂ.૨૬,૬૦૦ના મુદામાલ સાથે ઉપરોકત નાશી ગયેલ બન્ને આરોપીઓ વિરૂધ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ બાબરા પોસ્ટે ગુનો રજી.કરી મુદામાલ વધુ તપાસ અર્થે સોંપી આપેલ છે.

આમ અમરેલી એસ.ઓ.જી. પો.સબ ઇન્સ.આર.કે.કરમટા તથા એસ.ઓ.જીટીમને ઇંગલીશ દારૂની બોટલ તથા મોટરસાયકલ સહિત કિરૂ.૨૬૬૦૦ નો મુદામાલ ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

(1:14 pm IST)
  • અમદાવાદ નવા નરોડામાં ખાંડનો વેપારી લૂંટાયો: બાપુનગર સ્થિત આંગડીયા પેઢીમાંથી 14 લાખ રૂપિયા લઈને નીકળેલા વેપારીની કારનો કાચ તોડી ગઠિયા રૂપિયા ભરેલી બેગ ચોરી ગયા: નરોડા પોલીસે સીસીટીવી આધારે આરોપીઓની શોધખોળ શરુ કરી. access_time 11:23 am IST

  • સરકારે અર્ધ સૈનિક દળની નિવૃત્તિ વયમર્યાદા નક્કી કરી ;હવે 60 વર્ષે થશે રિટાયર્ડ :ગૃહ મંત્રાલયનો આ આદેશ દિલ્હી હાઇકોર્ટના જાન્યુઆરીના ચુકાદા બાદ કરાયો :હાઇકોર્ટે કેન્દ્ર સરકીરને કહ્યું હતું કે તમામ રેન્ક માટે એક સેવા નિવૃત્તિ વાય નિર્ધારિત કરો access_time 1:02 am IST

  • સુબ્રતો પાર્ક સ્થિત એરફોર્સ ઓડીટોરીયમમાં ઉપકરણોના સ્વદેશી કરણની કોશીશો ઉપરના પુસ્તકોનું એરચીફ શ્રી ધનોઆએ દિલ્હીમાં વિમોચન કર્યું : પાકિસ્તાનની દરેક હલચલ પર નજરઃ દરેક સ્થિતિને પહોંચી વળવા એરફોર્સ તૈયારઃ અમે પુરી રીતે સર્તક છીએઃ ડીફેન્સ સીસ્ટમની જવાબદારી અમારીઃ ધનોઆ access_time 3:54 pm IST