Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

જૂનાગઢ જિલ્લા વનવાસી કલ્યાણ પરીષદ દ્વારા ઝાલોદ તાલુકામાં ચિકિત્સા શિબીર યોજાઇઃ ૫૦૦ લોકોએ લાભ લીધો

જૂનાગઢઃવનવાસી કલ્યાણ પરિષદ ગુજરાત રાજયના જૂનાગઢ એકમ દ્વારા ફીજીશ્યન ડો. મુકેશ પાનસુરીયાની અધ્યક્ષતમાં બાળરોગ નિષ્ણાંત ડો. ભરત વોરા, સ્ત્રી રોગ નીષ્ણાંત પિયુષ વડાલીયા, ઓર્થોપેડીક સર્જન ડો. નિકુંજ ઠુમર, ફીજીશ્યન ડો. મહેન્દ્ર તારપરાની ટીમ દાહોદ તાલુકાનાં ઝાલોદ તાલુકાનાં અંતરીયાળ એવા લીમડી ગામ સમીપના મીરાખેડી ગ્રામ પંચાયત તાબાના ડગેરીયા ગામની પ્રાથમિક શાળા ખાતે પ્રથમ દિવસે અને બીજા દિવસે પ્રથમપુર ગામે ચિકિત્સા શિબિર આયોજિત કરવામાં આવી હતી. ડગેરીયા ખાતે આયોજિત ચિકિત્સા શિબિરને ગ્રામ પંચાયતના સરપંચ રાકેશભાઈ રૂપસિંહભાઇ દેવધા જયારે પ્રથમપુર ગામે ગામના સરપંચ હીરાબેન હઠીલાએ ચિકીત્સા શિબીરને દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લી મૂકી હતી. ઝાલોદ તાલુકાનાં ડગેરીયા અને પ્રથમપુર ગામોમાં યોજાયેલ મેડીકલ કેમ્પમાં ૨૭ ગામોનાં ૫૦૦ થી વધુ લોકોએ સારવાર ચિકીસાનો લાભ લીધો કાર્યક્રમને સફળ બનાવવા માટે વનવાસી કલ્યાણ પરિષદના ગુજરાત એકમના સંગઠનમંત્રી ચંદ્રકાંતભાઈ રાવરાણીના માર્ગદર્શન તળે લીંબડી નગર સંયોજક શ્રી મુકેશભાઈ સોની, વનવાસી કલ્યાણ પરિષદ દાહોદનાં પ્રમુખ માનસિંગભાઈ ભાભોર, સુમનભાઈ નીસરત તથા આબજીભાઈ નીનામા તેમજ પુંજાભાઈ મેડા (આરોગ્ય કાર્યકર્તા) તથા અનિલભાઈ ભુરીયા અને નારૂભાઇ ભાભોરે જહેમત ઉઠાવી હતી. આ તકે કવાટના  ઈશ્વરભાઈ રાઠવા, મીરાખેડી ગ્રામ પંચાયતના સદસ્ય મેડા કાળુભાઈએ કાર્યકરોને સહયોગ પૂરો પાડયો હતો

(1:10 pm IST)