Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

જે.પી. રાણીપા ઉમા પ્રાથમીક કન્યા વિદ્યાલયમાં સ્વાતંત્ર્યદિનની ઉજવણી

ધ્રોલ : જે.પી. રાણીપા કન્યા વિદ્યાલયમાં ૭૩માં સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરેલ, તેમાં મેનેજીંગ ટ્રસ્ટી જેરામભાઇ વાંસજાળિયાએ અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન કરેલ. શાળાની વિદ્યાર્થીની જાદવ આયુષી દ્વારા ધ્વજવંદન કરાવેલ. ધરમશીભાઇ બોડા, રમેશભાઇ જાકાસણીયા, સંસ્થાના સંચાલક રૂગનાથભાઇ સંતોકી, ઉમા પ્રાથમીક શાળાના આચાર્ય ભાવનાબેન ચાંગેલા અને સમગ્ર સ્ટાફ તેમજ જી.એમ. પટેલના આચાર્ય વિજયાબેન બોડા અને સમગ્ર સ્ટાફ, કોલેજના પ્રિન્સિપાલ જીતુભાઇ બોડા એ હાજરી આપેલ.

વિદ્યાર્થીની બહેનો દ્વારા સ્વતંત્ર્યદિન અંતર્ગત કૃતિઓ  રજુ કરેલ, જેમાં ધો.પ અને ૬ ની વિદ્યાર્થીની બહેનોએ મેરા દેશ બદલ રહા હૈ, ધો. ૭ ની બહેનોએ ચલા, અને ધો.૮ ની બહેનોએ દેશભકિત ગીત તેરી મિટ્ટીમે મિલ જાવા, તેમજ વાડિયા આહુતી દ્વારા રક્ષાબંધન ગીત-રાખડીના તાંતણે, ભીમાણી સ્નેહલ દ્વારા દેશભકિત ગીત એ મેરે વતન, અને ગધેસરીયા રિયાએ દેશભકિત સ્પીચ આપી અને આ કાર્યક્રમનું સંચાલન ભીમાણી સ્નેહલ અને જાવિયા દીપ્સા દ્વારા કરવામાં આવ્યું હતું.

જી.એમ. પટેલ કન્યા વિદ્યાલયની ધો.૧૦ ની બહેનોએ ડાન્સ દેશ મૈં દિવાલી આયી હૈ, ધો.૧૧ ની બહેનોએ કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી અભિનય ગીત રજુ કર્યુ હતું ધો.૯,૧૦ની બહેનોએ મંગલ પાંડે સબંધિત ડાન્સ રજુ કરેલ.

જે.૫ી. રાણીપા ઉમા પ્રાથમીક શાળાનાં શિક્ષીકા બહેન મેઘનાબેન વાંસજાળિયાએ આવેલ મહેમાનોની આભાર વિધી કરેલ.જી.એમ.પટેલની વિદ્યાર્થીની બહેનોને જેરામભાઇ વાંસજાળિયાએ સ્વચ્છતા અભિયાન વિશે માહીતગાર કરેલ.

(1:09 pm IST)