Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

દ્વારકા, ખંભાળિયા, કલ્યાણપુર પંથકમાં જુગારના સાત દરોડામાં ૨૭ ખેલંદાઓ ઝબ્બેઃ બે ફરાર

કલ્યાણપુરના રાવલના બારીયાધાર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતાં રમેશ હમીર ગામી, કમલેશ જેશા પરમાર, કરશન મોહન જમોડને રોકડા રૂ.૬૦૨૦ની મતા સાથે ઝડપી લીધા હતા. જયારે મનુ દેવશી વાઘેલા, રાહુલ નાગભાઇ ગામી નાશી છુટતાં પોલીસે તમામ વિરૂધ્ધ ગુનો નોૅધી કાર્યવાહી કરી હતી. દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં લાઇટના અંજવાળે પાના ટીંચતા સાજણ બાલુ ચાનપા, રાજુ રામા રોશીયા, દિનેશ સાજણ ચાનપા, પ્રકાશ મોહન વાળા તમામને રોકડા ૧૧,૨૧૦ની મતા સાથે દ્વારકા પોલીસે ઝડપી લીધા હતૉ. ત્રીજા દરોડામાં દ્વારકાના શિવરાજપુરમાં જુગાર રમત ગંગાધરભા પાલાભા નાયાણી, હિરાભા ગાંગાભા નાયાણી, ગંગાધરભા પબુભા ભાયા, કનુભા કનૈયાભા નાયાણી તમામને રોકડ ૧૨,૪૦૦ની મતા સાથે દ્વારકા પોલીસે ઝડપી લીધા હતા. ચોથા દરોડામાં ખંભાળિયા તાલુકાના મોટા માંઢા ગામે જૂગાર રમતાં પ્રવિણસિંહ સતુભા ગોહીલ, નરેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજા, ભગીરથસિંહ મહોબતસિંહ ઝાલા, માધુભા ટપુભા જાડેજાને રોકડા ૪૨૭૦ની મતા સાથે ખંભાળિયા પોલીસે ઝડપી લીધા હતા. પાંચમાં દરોડામાં ખંભાળિયાના પરોડીયા ગામે તીનપતી ખેલતાં દેશુર લખમણ મસુરા, દેવાણંદ ગગુ ભાચકન, મુરૂ નાથા ભાચકને રૂ.૬૨૧૦ની મતા સાથે ઝડપી લીધા હતા. છઠ્ઠા દરોડામાં સલાયા મરીન પોલીસે સોડસલા ગામે જુગાર રમતાં કાના રામા રાઠોડ મનસુખ કાંતી નડીયાપરા, લખમણ અમરા ઝાપડા, હરદાસ ખીમાણંદ સેડા, ના ભીખા રાઠોડ, કાના ગોરા રાઠોડ તમામને રોકડા ૧૧,૫૩૦ની મતા સાથે ઝડપી લીધા હતા. જયારે સાતમાં દરોડામાં ભીમરાણામાં જુગાર રમતાં જેસલભા કરશનના માણેક, ધીરૂભા બાલુભા સુમણીયા, નાથા પરબત સુમણીયાને રૂ.૧૦,૪૩૦ના મુદામાલ સાથે મીઠાપુર પોલીસે ઝડપી લીધા હતા.

(1:08 pm IST)