Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

'વી કવીટ' એવુ લખીને કચ્છમાં તરૂણ અને તરૂણીનો ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત

ભુજ, તા.૨૦: ગાંધીધામમાં તરુણ વયના છોકરા અને છોકરીની આત્મહત્યાએ અરેરાટી સાથે કરુણતા સર્જી હતી.ઙ્ગ

પોલીસના જણાવ્યા પ્રમાણે આજે બપોરે સુંદરપુરી ખોડીયારનગર રેલવે ટ્રેક પર બનેલા આ બનાવમાં માલગાડી નીચે સજોડે પડતું મુકનાર અશોક મોહનસિંગ રાજપુરોહિત અને અંજલિ સ્વરણસિંગ રાજપુરોહિતે પોતાના જીવ ગુમાવ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે આનંદમાર્ગ સ્કૂલનું ધોરણ ૧૦ નું તેમ જ સગીરા પાસેથી પીએન અમરશી હાઈસ્કૂલનું ધોરણ ૧૨ નું આઈકાર્ડ મળી આવ્યું છે. ગાંધીધામ એ ડીવીઝન પોલીસે બન્નેના વાલીઓને જાણ કરી વધુ તપાસ હાથ ધરી છે.  દરમ્યાન જાણવા મળતી વિગતો પ્રમાણે બન્ને જણા સ્કૂલ ડ્રેસમાં એક જ એકિટવા ઉપર સવાર થઈને ચૂંગીનાકા પાસે આવેલ ટ્રેક ઉપર ગયા હતા જયાં તેમણે શ્નઉક કવીટ' ( અમે દુનિયા છોડીએ છીએ) એવું લખી પોતાની સહી કરીને માલગાડી નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું.

(11:52 am IST)
  • વિંગ કમાન્ડર અભિનંદનની ધરપકડ કરનારા કમાન્ડોને ભારતીય સેનાએ માર્યો ઠાર: વિંગ કમાન્ડર અભિનંદનનું વિમાન જ્યારે તુટી પડ્યું અને પેરાશુટની મદદથી કૂદીને જ્યારે પાકિસ્તાનમાં ઉતર્યા ત્યારે પાકિસ્તાની સેનાને સ્પેશિયલ સર્વિસ ગ્રૂપના એક સુબેદાર અહેમદ ખાને તેમની ધરપકડ કરી હતી access_time 1:13 am IST

  • પી. ચિદમ્બરમને બે કલાકમાં હાજર થવા નોટિસ :ચિદમ્બરમના ઘરે પહોંચેલી ઇડી અને સીબીઆઈ ટીમ ખાલી હાથ પાછી ફરતા સીબીઆઈએ બે કલાકમાં હાજર થવા નોટિસ ફટકારી : . INX મીડિયા કેસમાં હાઇકોર્ટે ચિદમ્બરમની આગોતરા જામીન અરજી ફગાવી છે.સાથે જ ઇડી અને સીબીઆઇ જલ્દી જ ચિદમ્બરમની ધરપકડ કરી શકે છે access_time 1:14 am IST

  • બીસીસીઆઇએ શ્રીસંત પરનો પ્રતિબંધ ઘટાડી ૭ વર્ષનો કર્યોઃ ૧૯ સપ્ટેમ્બર ર૦ર૦ના રોજ સમાપ્ત થશે બેનઃ અગાઉ આજીવન પ્રતિબંધ હતો access_time 3:55 pm IST