Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

શિહોરમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

સિહોર પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ પો. ઇન્સ. પી. આર. સોલંકીએ પ્રોહી-જુગારની અસરકારક કામગીરી કરવા શિહોર પોલીસ સ્ટાફને સુચના આપેલ જે અનુસંધાને આર. એન. ગોહીલ, એમ. એન. ડોડીયા, ગૌતમભાઇ રામાનુજ, રામદેવસિંહ જાડેજા, મહેશગીરી ગૌસ્વામી એ મીલનભાઇ ધનજીભાઇ કોળી (ઉ.ર૯) રહે. રાજપરા (ખોડીયાર) વાળો જે ખોડીયાર મંદિર પાસે પ્લોટ વિસ્તારની પાછળ તળાવના દરવાજા પાસે નાળામાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવી દેશી દારૂ ગાળવાની પ્રવૃતિ કરે છે ત્યાં રેઇડ કરતા દેશી દારૂ કુલ લીટર ૧૦૦ કુલ કિ. રૂ. ર૦૦૦ તથા આથો લીટર ર૦પ૦ જેની કિ. રૂ. ૪૧૦૦ તથા પ્લાસ્ટીકના ટીપ આથો ભરેલ નંગ-પ હતા તે ખાલી ટીપ નંગ-પ ની કિ. રૂ. ૧૦૦૦ ગણી તથા અખાદ્ય ગોળના ડબ્બા નંગ-૪, કુલ કિ. રૂ. ૩૦૦૦ ના મળી તમામ મુદામાલની કુલ કિ. રૂ. ૧૦૧૦૦ ની સાથે મળી આવેલ હોય કાયદેસર કાર્યવાહી કરેલ છે.

(11:51 am IST)