Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે નાગપાંચમ કાલે રાંધણ છઠ્ઠની ઉજવણી

જન્માષ્ટમી મહોત્સવનો જામતો માહોલ : શનિવારે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ભવ્યતાથી ઉજવણી : મેળાની રંગત જામશે

રાજકોટ તા.૨૦ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં જન્માષ્ટમી મહોત્સવનો સોમવારથી પ્રારંભ થયો છે. જેમાં સોમવારે બોળચોથની ઉજવણી કરવામાં આવી હતી. જયારે આજે મંગળવારે નાગપાંચમની ઉજવણી કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત જૂદા જૂદા મંદિરોમાં નાગદેવતાની પૂજા કરવામાં આવી રહી છે. જયારે જૂદા જૂદા મંદિરોમાં વિશેષ શણગાર કરવામાં આવે છે અને પૂજન અર્ચનનું વિશેષ મહત્વ હોય છે.

કાલે બુધવારે રાંધણ છઠ્ઠની ઉજવણી કરવામાં આવશે અને થેપલા, પુરી મિઠાઇ બનાવવામાં આવે છે અને બીજા દિવસે શીતળા સાતમના દિવસે ઠંડો ખોરાક લોકો લે છે.

શનિવારે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ભવ્યતાથી ઉજવાશે અને શોભાયાત્રા ગામે ગામ નીકળશે જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાશે.

જન્માષ્ટમી ઉત્સવ ઉજવવા માટે મેળાની પણ રંગત જામશે.

ગોંડલ

ગોડલ માં સંગ્રામસિહજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે નગર પાલિકા દ્વારા દરવષઙ્ખ યોજાતો જન્માષ્ટમી લોકમેળો આ વષઙ્ખ હિંન્દુ ઉત્સવ સમિતિ તથા કિશોર યુવક ગૌ સેવા ચે. ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે લોકમેળાનુ આયોજન કરવામાં આવેલ છેઙ્ગ

સંગ્રામસિંહજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ માં દરવષઙ્ખ યોજાતો પરંપરા મુજબ જન્માષ્ટમી લોકમેળો આ વષઙ્ખ પણ હિન્દુ ઉત્સવ સમિતિ તથા કિશોર યુવક ગૌ સેવા ચે. ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે આ વષઙ્ખ પણ ભવ્યાતિભવ્ય રીતે આયોજન કરેલ છે સૌરાષ્ટ્ર નો બીજા નંબર નો ગણાતો ગોડલ ના લોકમેળામાં અંદાજે આઠ લાખ થી પણ વધુ જનમેદની મનોરંજન માણવા ઉમટી પડતી હોય છે આ ઉપરાંત હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા દરવષઙ્ખ કૃષ્ણ જન્મોત્સવ નિમિત્ત્।ે શોભાયાત્રા નુ પણ ધામેધુમે કરવામાં આવે છે જેમને નિહાળવા અને શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર સહિત ની જનમેદની આઠમ ના દિવસે ઉમટી પડતી હોય છે ત્યારે શહેરના રોડ રસ્તા અને મેળામાં ઉપસ્થિત મેદની થી ગ્રાઉન્ડ પણ ટુંકુ પડતું હોય છે કોઇ અનિછનિય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર ખડેપગે રહીને વ્યવસ્થા સંભાળે છે જેમને કારણે આમ પ્રજા લોકમેળામાં આનંદ થી મનોરંજન કરી શકે તેવી વ્યવસ્થા પણ આયોજક દ્વારા કરવામાં આવી છે.

ગોંડલમાં રાસલીલા

ગોંડલ : પવિત્ર શ્રાવણ માસના કૃષ્ણ જન્માષ્ટમી પર્વે નિમિત્ત્। તારીખ ૨૪દ્ગચ શનિવારના રોજ શ્રી રામ ગ્રુપ ગૌસેવા રાસ મંડળ, ગોંડલ દ્વારા કાશી વિશ્વનાથ રામજી મંદિર ચોક, ગોંડલ ખાતે રાત્રીના ૯:૦૦ શ્રી કૃષ્ણ લીલા, રાસોત્સવ તથા રાત્રિના ૧૨:૦૦ કલાકે કૃષ્ણ જન્મોત્સવ તથા રામજી મંદિર આરતી તેમજ જન્માષ્ટમી ઉત્સવોનુ આયોજન પરમ પૂજય પ્રાતઃ ઙ્ગસ્મરણીય ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી હરિચરણ દાસ મહારાજશ્રીના સાનિધ્યમાં કરવામાં આવશે. આ કાર્યક્રમમાં

અંકુરભાઇ રાધાજી(વેરાડ), મનસુખભાઈ રાધાજી(દુધારા), જીગ્નેશ ભાઈ રાધાજી (ગોમટા), મનસુખભાઈ રાધાજી(રમણે ગીર), જગદીશભાઈ સુખાજીમહારાજ(ટીકર), ઙ્ગહિતેશભાઈ કાનજીમહારાજ(કેશોદ), બટુકભાઈ રાધાજી(કોલકી) જેવા નામાંકિત કલાકારો ભાગ લઈ પોતાની કલા પીરસશે. તો દરેક ધર્મપ્રેમી જનતાને શ્રી રામ ગ્રુપ આયોજિત કાર્યક્રમમાં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવે છે.

ગોંડલમાં કાનગોપી રાસ

ગોંડલ ભોજરાજપર શેરી નંબર ૧૦ ખાતે આવેલ સો વર્ષ જૂની સંત શ્રી લાલદાસ બાપુ રામરોટી વાળાની જગ્યાએ આગામી તારીખ ૨૪ શનિવાર રાત્રે ૯ૅં૦૦ કલાકે ગાયના લીલા તેમજ અન્ય ક્ષેત્રના લાભાર્થે કાનગોપી રાસ તેમજ એ દાંડીયારાસ નું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમ ૨૫ રવિવાર બપોરે ૧૨ કલાક સુધી ચાલુ રહે છે કાનગોપી ના રાસ ધોરાજી તાલુકાના પીપળીયા ગામના અશ્વિનભાઈ પટેલ ગ્રુપ મંડળ દ્વારા રજૂ કરાશે, નીજ મંદિરે રાત્રે ૧૨ૅં૦૦ કલાકે કૃષ્ણ જન્મોત્સવ તથા આરતી દર્શન કરાવવામાં આવશે, આ અન્નક્ષેત્રમાં દરરોજ બપોરે અનાથ અભ્યાગત તથા સાધુઓને ભોજન પ્રસાદ આપવામાં આવે છે, આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા આયોજન ભોજરાજપરા રાસ મંડળ દ્વારા કરવામાં આવે છે તો આ કાર્યક્રમમાં આવવા મહંત રામદાસબાપુ રામકબીરની યાદીમાં જણાવાયું છે

ત્રિરંગા સોશ્યલ ગૃપ

ગોંડલના ગુંદાળા રોડ પર રેલવે ફાટક પાસે આવેલ ત્રિરંગા સોશ્યલ ગ્રુપ દ્વારા પ્રતિવર્ષ મુજબ જન્માષ્ટમી મહોત્સવ દબદબાભેર ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં તારીખ ૨૪ શનિવાર રાત્રે ૧૦:૦૦ કલાકે કાનગોપી રાસ અને રાત્રે ૧૨:૦૦ કલાકે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવનાર છે કાનગોપી રાસ ભોળાભાઈ આહીર, પ્રહલાદભાઈ ગોરા વાળા, હિતેશભાઈ પ્રજાપતિ, ટીનાભાઇ ધાંગધ્રા વાળા, પ્રદીપભાઈ ભૂત, રમેશભાઈ તથા રાજુભાઇ મીર, ધીરુભાઈ મકવાણા નિલેશભાઈ ગુજરીયા તેમજ બંસીભાઈ કુંડલી વાળા દ્વારા રજૂ કરવામાં આવનાર છે. આ કાર્યક્રમનું સંગીત અમરાભાઇ હાજી રમકડું, મુકેશભાઈ, રાઈદેવભાઈ બોદર તેમજ પ્રશાંતભાઈ દ્વારા રજૂ કરવામાં આવનાર છે. તો આ તકે સર્વેને દર્શને આવવા ત્રિરંગા સોશિયલ ગ્રુપ ની યાદીમાં જણાવાયું છે.

(11:47 am IST)
  • સત્તાધાર ગાદીના મહંત તરીકે પૂ.વિજયબાપુની વરણીઃ મહામંડલેશ્વર પૂ.ભારતીબાપુએ કરી જાહેરાત access_time 3:52 pm IST

  • નાણમંત્રીએ અખબારના કાગળ પરની આયાત શુલ્ક પાછો ખેંચવાની માંગ ફગાવી :10 ટકા શુલ્ક આપવો પડશે :નાણામંત્રી નિર્મલા સીતારામને અખબારી કાગળ પરનો 10 ટકા આયાત શુલ્ક પરત લેવાનો ઇન્કાર કર્યો access_time 1:15 am IST

  • ઉત્તર પ્રદેશમાં જંગલરાજઃ પેટ્રોલ-ડીઝલના સતત ભાવ વધારાથી કરોડો ગરીબો-મધ્યમ વર્ગને કમરતોડ અસર થવાની : માયાવતી : કાયદો-વ્યવસ્થા-બેરોજગારીથી ત્રસ્ત લોકો ઉપર વધુને વધુને વધુ ભારણ નખાતુ જાય છેઃ ઉત્તરપ્રદેશમાં જંગલરાજ પ્રવર્તતું હોવાના બહેન માયાવતીના ચાબખા : ભાજપની ખોટી નીતિઓનું પરીણામઃ ઉ.પ્ર.માં યોગી સરકાર અધિકારીઓની બલી ચઢાવી રહી છે. access_time 1:06 pm IST