Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

સરતાનપર(બંદર)ના આધેડની સાહસિક વાત

દરિયામાં મિત્રને શોધવા ગયેલા દરિયા ખેડુઓએ માની લીધું કે લાશ જ હવે સવારે મળશે ને બૂમ પાડી 'મને બચાવો'ભરૂચથી માછલીનો વ્યવસાયકરી હોડીમાં સરતાનપર આવવા ત્રણ વ્યકિત નીકળ્યા કાંઠે આવ્યા તો બેજ હતા

ભાવનગર, તા.૧૯: તળાજાનું સરતાનપર બંદર એટલે એકસમયે એકસો વહાણના વાવટા ફરકતું હોય તેવું બંદર. આજે વહાણ નથીરહ્યા તેમચ્છતાય બાપ દાદાનો વ્યવસાય જેમાં ખાસ કરીને માછીમારી કરીને અનેક પરિવારો સંભાળી રહ્યા છે.

તેમાંના એકછે શાંતિભાઈ હરિભાઈ ચુડાસમા ઉવ ૫૪. તેમનું સાહસ અને કુદરતેપણ અંતિમશ્વાસ લેવાની દ્યડીઓ ચાલતી હતી ત્યારે જે ચમત્કાર કર્યો તે સંકટની ઘદ્યડીમાં હારમાની લેનાર માટે પ્રેરણાદાયક ઘટનાકહી શકાય.

જીવનના પાંચ દાયકા વટાવી ચૂકેલા શાંતિભાઈ ચુડાસમા ના શબ્દોમાજ વર્ણન કરીએ. શાંતિભાઈ અને તેના સાથી માછીમાર કિશનભાઈ ભાલીયા અને તુલસીભાઈ ચુડાસમા. ત્રણેય રક્ષા બંધન ના વળતે દિવસે ભરૂચથી એન્જીનવાળી હોડી લઈને સરતાનપર આવવા સાંજના સમયે નીકળ્યા હતા.ઙ્ગ સરતાનપર થી આશરે દરિયામાં અગિયાર કિમિદૂર હતા તે સમયે શાંતિભાઈને પેશાબ લાગતા તેઓ હોડીના પાછળના ભાગે ગયા હતા. ઉભા હતા એવામાંજ એક મોટું મોજું આવતા શાંતિભાઈ એ કાબુ ગુમાવતા દરિયામાં ગથોલિયુ મારીગયા.

હોડીનંુ એન્જીન ચાલુ હોય તેના આવાજમાં સાથી મિત્રોનું આગળ તરફ ધ્યાન હોય શાંતિભાઈ દરિયામાં ખાબકયા છે તે ખબર રહી નહિ.!

જયારે કિનારો આવ્યો ત્યારે કિશનભાઈ અને તુલસીભાઈ ને ખબર પડીકે શાંતિભાઈ તો છેનહીઆથી ફરીને જે રસ્તે ચાલ્યા હતા ત્યાં ત્રણ ચક્કર લગાવ્યા પણ શાંતિભાઈ ન મળ્યા. ને બન્ને હાંફળા ફાફળા બની ગયા. રાત્રીના આશરે એકાદ વાગે ગામના અન્યસાથી દરિયાખેડુઓને જગાડી વાતકરી ને ત્રણ હોડીઓ એન્જીન વાળી લઈને શોધખોળ ત્રણ અલગ અલગ દિશામાં શરૂ કરી.

જેમાં અલંગ તરફ જે હોડી શાંતિભાઈ ને શોધતી હતી તે હોડીના લોકો સવારે ચાર વાગ્યાનો સમય થતા થાકયા.ને વિચારી લીદ્યુંકે હવે જીવતાનહિ જ હોય.આથી એન્જીન બન્ધકરી દરિયા વચ્ચેજ લંગર નાખી સવારપડે ને લાશ ગોતીશુનો નિર્ણય લીધો હતોએ.એજ સમયે બુમ સંભળાઈ 'મને બચાવો'જે દિશામાંથી અવાજ આવ્યો એજ દિશામાં બેટરી કરતા માણસ નજરે પડ્યો.ને જીવતા મળી આવ્યા હતા.શાંતિભાઈ એ વધુમાં જણાવ્યું હતુંકે પોતે રાત્રીના લગભગ અગિયાર વાગ્યાના સુમારે ગથોલિયુ ખાઈ ગયા હતા. સાથી મિત્રો હોડીલઈને ત્રણ વખત પોતાની નજીક આવ્યા બુમોપાડી પણ એન્જીન ચાલુહોય અનેઙ્ગ અંધારું હોય ત્રણેય વખત હોડી નજીકથી ચાલી ગઈ.સાથી દરિયાઈ ખેડુને હોડીમાં બેટરી હતી છતાંય હાંફળા ફાફળા થીજવાથી ખબર નપડીકે બેટરી કરીને શોધીએ. પણ હિંમત ન હારી. કિનારાની શોધમાં તરતો ગયો. પાંચેક કલાકથી વધુનો સમય તર્યો હોઈશ. શરીર સાથ આપતું નહતું. અંતિમ શ્વાસ કહી શકાય કે લેતો હતો.પણ નજીક માં આવેલ હોડી ની લાઈટ જોઈ ને બેબૂમ પાડી એ જો ન સંભળાઈ હોત તો તે અંતિમ બુમપડી હોત.

(11:42 am IST)