Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

તળાજા દરિયાવિસ્તારના જંગલમાં બે નર એક માદા સિંહની ગર્જના

એકએક નર-માદાને લોકેશન માટે રેડિયો કોલર પહેરાવવામાં આવ્યાઃસાસણથી GPS દ્વારા અને સ્થાનિક ટ્રેકરો દ્વારા લેવાયછે લોકેશન

ભાવનગર, તા.૨૦ભાવનગર જિલ્લાનાતળાજા વિસ્તારના ખાસ કરીને દરિયાઈ પટ્ટીપરના જંગલોમાં બે સિંહ અને એક સિંહણ વસવાટ કરીરહ્યાછે. ત્રણેયની ઉંમર ત્રણથીપાંચ વર્ષની છે.ત્રણેયનું ગ્રુપ બનેલું છેને એકિસાથેજ જોવા મળેછે. આધુનિક સિસ્ટમ અને સ્થાનિક ટ્રેકરો દ્વારા દરચોવીસ કલાકે લોકેશન લેવામાં આવેછે.

રજવાડાઓના સમય કાળમાં તળાજા વિસ્તારના જંગલોમાં સાવજ દીપડા જેવા રાની પશુઓ અને હાલ વનવિભાગના શેડયૂઅલ -૧ના પ્રાણીનો વસવાટ હતો.ઙ્ગ સાવજ દીપડાના થતા શિકાર સહિત ના વિવિધ પ્રશ્નોને લઈ સંખ્યામાં એટલો દ્યટાડો આવ્યોહતોકે ગીરના જંગલમાં ંઆગળીના વેઢે ગણાય તેટલા રહ્યા.

ત્યારબાદ વન વિભાગે વાઈલ્ડ લાઈફનું કરેલું કાળજી પૂર્વકના જતનને લઈ ફરી વસ્તી વધતા સાવજ દીપડા તળાજા તાલુકામાં વસવાટ કરવા લાગ્યા છે.

સતાવાર સાધનોના જણાવ્યા પ્રમાણે હાલ કોસ્ટલ વિસ્તારના મેથળા, મધુવન,ઝાંઝમેર, તલ્લી,વાલર,પ્રતાપરા સહિતના ગામડાઓમાં દરિયાની રેતી (પણો) ના ડુંગર અને ંકાટાના મોટા જંગલો આવેલા છે. તેમાં નાનીવયના ત્રણથીપાંચ વર્ષના બે સિંહ અને એક સિંહણ વસવાટ કરેછે. ત્રણેયનું એક ગ્રુપછે. એશિયાટિક લાયન એ ગુજરાતનું દ્યરેણું હોય તેના બચાવ અને જતન માટે સરકાર પરિણામ લક્ષી પગલાં ભરીરહીછે.તેના ભાગરૂપે એક સિંહ અને સિંહણને રેડિયો કોલર પહેરવાવમાં આવ્યા છે. સાસણથી સતત ઈન્ટરનેટના માધ્યમ, જીપીએસ સિસ્ટમથી લોકેશન રાખવામાં આવીરહ્યોં છે.

એ ઉપરાંત સ્થાનિક ત્રણ ટ્રેકરો દરરોજ ત્રણેય સાવજનું રૂબરૂ લોકેશન લેછે.તેના સગડ જોવેછે. સાવજ પરિવાર પણ આત્રણેય ટ્રેકરોને પોતાનાજ ગણેછે. ટ્રેકરોની આસપાસમાં હોયતો તેની તુરંત સાવજોને વાસ આવીજતી હોયછે.ટ્રેકરોની વાસ હોય તો સાવજ પોતાનાની જેમ વર્તેછે.પણ કોઈ નવા વ્યકિત નીગંધઆવેતો તેના વર્તન,ગર્જના અવાજ માં પોતે ફેરફાર થાયછે ને પોતે માનવ જાતની હિલચાલથી વાકેફ હોવાનો સંદેશ આપેછે.

ભૂતકાળમાં એકદીપડા ને મારી નાંખેલ

સાવજો હંમેશા પોતાના ગ્રુપમાં જોવા મળેછે. એકજ નરને રેડિયો કોલર પહેરવાવમાં આવ્યૂ.બીજાને કેમ નહિ તેના જવાબમાં જાણવા મળ્યુ કે સાવજ હંમેશા ગ્રુપમાજ જોવા મળેછે.વિચરણ કરેછે. એટલેકે સાવજ ના ટોળા ન હોય તે કહેવત ખોટી કહી શકાય. એ ઉપરાંત સાવજો પોતાના વિસ્તારમાં અન્ય હિંસક પ્રાણીઓ નો વસવાટ પસંદ કરતાં નથી.ભૂતકાળમાં અહીં એક દીપડાને સાવજોએ મારી નાખ્યો હતો.

(11:42 am IST)
  • આરજેડી નેતાએ નીતીશકુમારના કર્યા વખાણ :કહ્યું મોદીને આપી શકે છે પડકાર:આરજેડીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શિવાનંદ તિવારીએ બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારની પ્રશસા કરતા કહ્યું કે નીતીશકુમાર પીએમ મોદીને પડકાર આપી શકે છે access_time 1:09 am IST

  • સુપ્રિમ કોર્ટે રામજન્મભૂમિ - બાબરી મસ્જિદ જમીન વિવાદના ૮મા દિવસની સુનાવણી દરમિયાન રામલલ્લાના વકીલે પૂરાતત્વ વિભાગના રિપોર્ટનો ઉલ્લેખ કરીને કહ્યું કે, અયોધ્યામાં મસ્જીદનું નિર્માણ કરવા માટે હિન્દુ મંદિર તોડી પડાયુ હતું : વરિષ્ઠ અધિવકતા સી.એસ.વૈદ્યનાથને કોર્ટમાં કહ્યું કે, પુરાતત્વ વિભાગના રિપોર્ટમાં મગર અને કાચબાની આકૃતિઓનો ઉલ્લેખ છે, જેનો મુસ્લિમ સંસ્કૃતિ સાથે કોઈ લેવા-દેવા નથી access_time 1:06 pm IST

  • સત્તાધાર ગાદીના મહંત તરીકે પૂ.વિજયબાપુની વરણીઃ મહામંડલેશ્વર પૂ.ભારતીબાપુએ કરી જાહેરાત access_time 3:52 pm IST