Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

ધોરાજીની ઈમ્પીરીયલ સાયન્સ સ્કુલમાં સ્વાતંત્રય દિનની ઉજવણી

ધોરાજી : ઈમ્પીરીયલ સાયન્સ સ્કુલમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો અને વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. જેમાં દેશ ભકિત ગીતો શોર્ય ગીતો અને આઝાદીના દિવસોમાં ચળવળ અને ખુમારી અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપેલ. વર્ષ દરમ્યાન બેસ્ટ દેખાવ કરવા બદલ સન્માનીત કરાવા શાળાના ટ્રસ્ટીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા એક વૃક્ષ એક બાળક અંતરગત વૃક્ષારોપણ કરેલ હતુ. અને સ્વચ્છતા અભિયાન અંગે માર્ગદર્શન આપેલ હતુ. આ કાર્યક્રમમાં વિનોદભાઇ હિરપરા, મનોજભાઇ , મીતેશભાઇ બુદાણી, ભાવેશ હિરપરા, રોહીત લકડ્ અને સર્વ સ્ટાફ ગણ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

(11:40 am IST)